પડધરીના ખાખડાબેલા ગામે યુવાનની હત્યા:દુષ્કર્મના કેસમાં સમાધાન ન કરતા આરોપીઓએ રસ્તામાં જ આંતરી છરીના ઘા ઝીંક્યા, મૃતકે 2024માં ત્રણ શખ્સો સામે દુષ્કર્મ-પોકસોની ફરિયાદ નોંધાવી હતી

Gujarat5/21/2026, 10:21:19 AM
પડધરીના ખાખડાબેલા ગામે યુવાનની હત્યા:દુષ્કર્મના કેસમાં સમાધાન ન કરતા આરોપીઓએ રસ્તામાં જ આંતરી છરીના ઘા ઝીંક્યા, મૃતકે 2024માં ત્રણ શખ્સો સામે દુષ્કર્મ-પોકસોની ફરિયાદ નોંધાવી હતી
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રહેતા અને રાજકોટમાં વાહન લે-વેંચ અને સીઝરનો વ્યવસાય કરનાર યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા (ઉ.વ.40) નામના યુવાનની ગઈકાલ રાત્રીના ખાખડાબેલા ગામ નજીક તેમની કારને આંતરી છરીના ઘા ઝીંકી ઘાતકી હત્યા નીપજાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ તપાસમાં ખાખડાબેલા ગામમાં જ રહેતા ત્રણ શખ્સો વિરુદ્ધ અગાઉ મૃતકે દુષ્કર્મ અને પોકસોની ફરિયાદ નોંધાવી હોય જેમાં બે આરોપીઓ વોન્ટેડ હોવાથી વારંવાર કેસમાં સમાધાન કરવા માટે મૃતકને દબાણ કરવા છતાં મૃતકે સમાધાન ન કરતા તેનો ખાર રાખી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે ખાખડાબેલા ગામમાં જ રહેતા મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ નામના બે શખ્સોને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે રહેતા અને રાજકોટમાં અયોધ્યા ચોક પાસે વાહન સીઝીંગનો વ્યવસાય કરતા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (ઉ.વ.40) નામના યુવાન પર ગઈકાલે રાત્રીના અજાણ્યા શખ્સોએ ખાખડાબેલા ગામ નજીક રોડ પર તેમની હેરિયર કાર પાસે છરીના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, ખાખડાબેલા ગામ નજીક રોડ પર એક વ્યક્તિ લોહીલુહાણ હાલતમાં પડ્યો છે જેથી પડધરી પોલીસ સ્ટેશનના PI એમ.જી.ચૌહાણ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે કે, મૃતક યુવરાજસિંહે વર્ષ 2024માં પડધરી પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા તથા અજયસિંહ વિરુદ્ધ દુષ્કર્મ-પોકસોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં હાલ અજયસિંહ જેલમાં છે જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બંને ફરાર છે. જે બન્ને ફરાર આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ વખતો વખત મૃતક યુવાનને આ કેસમાં સમાધાન કરી લેવા માટે દબાણ કરતા હતા પરંતુ યુવાન સમાધાન કરવા માટે તૈયાર ન હોય જે બાબતનો ખાર રાખી ગઈકાલે રાત્રીના બંને આરોપીઓએ યુવાનને છરીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
Read Original Article →