પોલીસ સ્ટેશનમાં હત્યાના આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો:રાજકોટમાં દેશી દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી બે લોકોના મર્ડરનો મામલો
રાજકોટના દેશી દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવી બેની હત્યા કરવાના મામલામાં મુખ્ય આરોપી જીણાભગત ઉર્ફે જીણા ગોહિલે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ધરપકડથી બચવા માટે વંદા અને મચ્છર મારવાનો સ્પ્રે મોઢામાં મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને આરોપી વિરુદ્ધ બીએનએસ (BNS)ની કલમ 226 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આરોપી જીણા ગોહિલને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. રાજકોટમાં દારુ પીધા બાદ બે વ્યકિતના મોત થયા હતાં. શહેરની ભગીરથ સોસાયટીમાં બે લોકો બેભાન અવસ્થામાં મળી આવ્યા બાદ સારવાર માટે ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યા હતા. ઘટનાસ્થળ પરથી દેશી દારૂની એક કોથળી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં દારુ પીધા બાદ બંનેના મોત નિપજ્યાનું સામે આવતા પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા બંને મૃતદેહોનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાશે. તો બીજી તરફ મૃતકના પરિવારજને દારૂમાં ઝેર ભેળવી હત્યા નિપજાવી હોવાનો આક્ષેપ કરતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →