ફોર્મ પરત ખેંચવાની તક પહેલા કોંગ્રેસના 25 ઉમેદવારો નજરકેદ:રાજકોટ કોંગ્રેસ પ્રમુખે કહ્યું- શાસક પક્ષ દ્વારા ઉમેદવારને દબાવવાના પ્રયાસો થતા અજ્ઞાત સ્થળે મોકલાયા
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને લઇ માહોલ ગરમાયો. આજે ફોર્મ ચકાસણી કાર્યવાહી પૂર્ણ થતા કોંગ્રેસ દ્વારા ફોર્મ પરત ખેંચવા સમય સુધી ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવા ફરજ પડી છે. રાજકોટ શહેર કોંગ્રેસના વર્તુળોમાં ચર્ચાતી વિગત મુજબ જેટલા જુના અને પીઢ કોંગ્રેસી આગેવાનોની ટિકિટ આપી છે, તેને બાદ કરતા બાકીના 25 ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે જેમને બુધવારે સાંજે પરત રાજકોટ લાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 15 એપ્રિલ છે. અમારા ઉમેદવારને દબાવવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો.રાજદિપસિંહ જાડેજાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રીના સમયે ભાજપના મોટા માથાઓ દ્વારા અમારા ઉમેદવારને દબાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. જેથી, તાત્કાલિક અમે અમારી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ભાજપને દાદાગીરી ન કરવા જણાવ્યું હતું. ભાજપ હાર ભાળી ગઈ છે માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકે તેમ છે માટે ખાસ અમે નિર્ણય કર્યો છે. એક પણ ઉમેદવારને ભાજપ ડરાવી ફોર્મ ખેંચાવી ન શકે એવી પૂરતી તૈયારી
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં 72 ઉમેદવાર છે. અમારા કોંગ્રેસ પક્ષના જેમાં તમામ 72 ઉમેદવારને અજ્ઞાત સ્થળ પર નથી મોકલવામાં આવ્યા. પરબટુ વોર્ડવાઈઝ અમારા સક્ષમ ઉમેદવાર અને આગેવાનોને અમે જવાબદારી આપી છે. અમારા સક્ષમ ઉમેદવારો અને આગેવાનો અમારા બાકીના ઉમેદવારોનું ધ્યાન રાખશે. કોઈ જગ્યાએ ચાર ઉમેદવાર અજ્ઞાત સ્થળ પર ગયા છે તો કોઈ જગ્યાએ બે ઉમેદવાર વિસ્તારમાં પ્રચારમાં છે અને બે અજ્ઞાત સ્થળે છે. આ વર્ષે કોંગ્રેસ પક્ષના એક પણ ઉમેદવારને ભાજપ દબાવી ડરાવી ફોર્મ પરત નહિ ખેંચાવી શકે તે માટે અમે પૂરી તૈયારી કરી છે.
Read Original Article →