રાજકોટમાં 87 જગ્યાએ ભરાતું વરસાદી પાણી:મનપાએ ચોમાસામાં પાણી ભરાય તો તેની ફરિયાદના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો

Gujarat6/6/2026, 9:41:06 AM
રાજકોટમાં 87 જગ્યાએ ભરાતું વરસાદી પાણી:મનપાએ ચોમાસામાં પાણી ભરાય તો તેની ફરિયાદના નિકાલ માટે કંટ્રોલ રૂમ શરૂ કર્યો
રાજકોટમાં ચોમાસા દરમિયાન અલગ અલગ 87 જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ શહેરમાં કોઈ જગ્યાએ વરસાદી પાણી ભરાય તો તેના નિકાલની ફરિયાદ માટે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે અને તેના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે જેથી લોકો આ નંબર પર ફોન કરતાની સાથે જ કોર્પોરેશનના કર્મચારીઓ ત્યાં પહોંચી જશે અને પંપિંગ મશીનરી તથા અન્ય જરૂરી સાધનોની મદદથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે. રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુ દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.શહેરના પાણી ભરાવાની શક્યતા ધરાવતા સ્થળોએ વરસાદ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નિયુક્ત એજન્સીના માણસો સતત સ્થળ પર હાજર રહી પરિસ્થિતિ પર નજર રાખશે. જ્યાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાશે ત્યાં તાત્કાલિક ધોરણે પંપિંગ મશીનરી તથા અન્ય જરૂરી સાધનોની મદદથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવશે. નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને વાહનવ્યવહાર તથા જનજીવન પર ઓછામાં ઓછી અસર થાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવશે. આ ઉપરાંત સંબંધિત વિભાગોની ટીમોને એલર્ટ રાખવામાં આવી છે જેથી જરૂરિયાત મુજબ ત્વરિત કાર્યવાહી કરી શકાય. રાજકોટ મહાનગરપાલિકા શહેરના નાગરિકોને વરસાદી મોસમ દરમિયાન સાવચેતી રાખવા તેમજ કોઈ સમસ્યા જણાય તો રાજકોટ મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ નંબર – 155304, ફોન નંબર - 0281- 2228741 તેમજ 0281 - 2225707 પર રાજકોટ શહેરનાં શહેરીજનો ફરીયાદો નોંધાવી શકશે.
Read Original Article →