જંગલેશ્વરમાંથી અપહરણ થયેલ સગીરા પર દુષ્કર્મ:6 માસ પહેલા બિહારી શખ્સે લગ્નની લાલચ આપી યુપીના સરાહનપુરના ફાર્મહાઉસમાં સગીરાને હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દીધો

Gujarat5/23/2026, 11:44:12 AM
જંગલેશ્વરમાંથી અપહરણ થયેલ સગીરા પર દુષ્કર્મ:6 માસ પહેલા બિહારી શખ્સે લગ્નની લાલચ આપી યુપીના સરાહનપુરના ફાર્મહાઉસમાં સગીરાને હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દીધો
રાજકોટના જંગલેશ્વરમાંથી અપહરણ થયેલ સગીરા પર દુષ્કર્મ આચરી નરાધમ દ્વારા ગર્ભ રાખી દેતાં ચકચાર મચી જવા પામી છે. આજથી 6 માસ પૂર્વે મૂળ બિહારી શખ્સ સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને યુપીના સરાહનપુરમાં મુરઘી ફાર્મમાં લઇ જઇ સગીરાને હવસનો શિકાર બનાવી હતી. ઓપરેશન મિલાપ અંતર્ગત પોલીસ સગીરા અને નરાધમ સુધી પહોંચે તે પહેલા આરોપી નાસી છૂટતા રાજકોટની એન્ટી હ્યુમન ટ્રાફીકિંગની ટીમે સગીરાને પરિવાર સાથે મિલન કરાવી મેડિકલ ચેકપ કરતા તેને ગર્ભ હોવાનું સામે આવતા આરોપી સામે ભક્તિનગર પોલીસમાં અપહરણ, પોકસો, અને દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બનાવ અંગે જંગલેશ્વર વિસ્તારમાં રહેતાં 44 વર્ષીય બિહારી યુવકે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે વિરાજ નામના શખ્સનું નામ આપી જણાવ્યું હતું કે, ગઇ તા.04.10.2025ના સવારના તેઓના ભાઈનો દિકરો તથા તેમની દિકરી ઘરે હાજર હતા અને તેઓ બધા કામે ગયા હતા. બપોરના 12 વાગ્યે જમવા માટે ઘરે આવ્યા ત્યારે દિકરી હાજર ન હતી જેથી ભાઈના દિકરાને પુછતા તેણે જણાવ્યું કે, તે સવારે 9 વાગ્યે કામે જવાનુ કહીને નીકળી ગઈ છે. જેથી તેના શેઠને ફોન કરતા સગીરા કામે આવી ન હોવાનું જણાવ્યું હતું. આ પછી દિકરી પરિચિત શખ્સ વિરાજ નારાયણ ચૌહાણ પાસે હોવાની શંકા જતા બનાવ અંગે ભક્તિનગર પોલીસે તેની સામે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઓપરેશન મિલાપ અંતર્ગત એન્ટી હયુમન ટ્રાફીકીંગ યુનીટ પ્રયત્નશીલ હતી દરમ્યાન ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન રીસોર્સના આધારે ભોગબનનાર સગીરા ઉત્તરપ્રદેશ હોવાની માહીતી મળી હતી આ પછી સગીરાનું લોકેશન રાજકોટ આવતા તેને રાજકોટમાંથી જ શોધી આગળની કાર્યવાહી માટે ભક્તિનગર પોલીસને સોંપવામાં આવી હતી જેની તપાસ દરમિયાન સગીરાને આરોપી ભગાડીને ઉત્તરપ્રદેશના સરાહનપુરમાં લઇ જઇ એક મુરઘીફાર્મ રહી હવસનો શિકાર બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહિ સગીરા હાલ ગર્ભવતી હોવાનું સામે આવતાં પોલીસે આરોપી સામે પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
Read Original Article →