રાજકોટમાં સગીરા પર ગેંગરેપ કેસમાં પાંચ આરોપી ઝડપાયા:જે કારમાં રેપ કરાયો તે કાર પણ કબજે લેવામાં આવી, એક વર્ષ પહેલા પણ પીડિતા પર દુષ્કર્મ આચરાયું હતું
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી એક 14 વર્ષની સગીરા સાથે થયેલ સામુહિક દુષ્કર્મની ઘટનામાં પોલીસે તેની સગીર વયની સહેલી, એક સગીર આરોપી સહીત પાંચ આરોપીની ધરપકડ કરી ફરાર ત્રણ શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ઝડપાયેલ આરોપીઓ પૈક એક આરોપી ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે જયારે એક આરોપી અગાઉ નકલી પોલીસ બની તોડ કરવા ગુનામાં 6 વખત અસલી પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો હોવાં સામે આવ્યું છે. આ ઉપરાંત સગીરા સાથે આજથી એક વર્ષ પહેલા પણ મેં, 2025 દરમિયાન એક સગીર આરોપી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે જે કારમાં સામુહિક દુષ્કર્મ થયું હતું તે કાર પણ કબ્જે કરી વધુ તપાસ હાટ ધરવામાં આવી છે. પાંચ આરોપીઓ ઝડપાયા, ત્રણની શોધખોળ ચાલુ
રાજકોટ એસીપી વી.બી. જાડેજાએ જણાવ્યું હતું કે, જંગલેશ્વર વિસ્તારમાં રહેતી સગીરા સાથે સામુહિક દુષ્કર્મ થયાની જાણ થતા ભક્તિનગર પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધી એક સગીર, તેમજ ફરિયાદીની સગીર વયની સહેલી ઉપરાંત અન્ય ત્રણ આરોપી મિહિર કુગશીયા, ધવલ રાઠોડ, અને સાહિલ ઉર્ફે ઝેરીની ધરપકડ કરી બાકીના ફરાર 3 આરોપીઓન ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. પોલીસ દ્વારા તપાસના કામે આરોપીઓ દ્વારા જે કારમાં સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તે જીજે.03.પીજે.4330 નંબરની સ્વીફ્ટ કાર પણ કબ્જે કરવામાં આવી છે. પકડાયેલ આરોપી પૈકી ધવલ રાઠોડ ટ્રાફિક શાખામાં વોર્ડન તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. જયારે મિહિર કુગશીયા અગાઉ 6 વખત નકલી પોલીસ બની તોડ કરવાના ગુનામાં પોલીસના હાથે ઝડપાઇ ચુક્યો છે. આ વખતે પણ આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ તેમાં પણ બસપોર્ટ નજીક સગીરાને હોટલમાં લઇ જઈ પોતાની ઓળખ પોલીસ તરીકે જ આપી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં સગીરા દ્વારા કરવામાં આવ્યો છે. બસપોર્ટ પાછળની અલગ અલગ હોટલમાં સગીરા સાથે દુષ્કર્મ આચરાયું
આરોપીઓ દ્વારા સગીરાને બે અલગ અલગ હોટલમાં લઇ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાથી બન્ને હોટલ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં સગીરાનું આધાર કાર્ડ લેવામાં આવ્યું હતું કે કેમ અથવા તો જે પુરાવા આપ્યા હતા તે સાચા હતા કે ખોટ સહિતની દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં હોટલ સંચાલકની કોઈ ક્ષતિ જણાશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સગીરા સાથે એક વર્ષ પહેલા પણ દુષ્કર્મ આચરાયું હતું
આ ઉપરાંત પોલીસ તપાસમાં ભોગ બનનાર સગીરા સાથે આજથી એક વર્ષ પહેલા એટલે કે મેં, 2025 દરમિયાન પણ એક સગીર દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે અંગે પણ ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેનો કોર્ટમાં કેસ ચાલુ છે. જયારે એપ્રિલ 2026માં ઘરેથી કહ્યા વગર જતી રહી હતી જેની ગુમ નોંધ ફરિયાદ સગીરાના પિતા દ્વારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી હતી જો કે બીજા દિવસે તે પરત આવી ગઈ હતી અને પરિવારના સભ્યો ખીજાશે તેવા ડરથી ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેથી તેને ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. સગીરા કઈ રીતે આરોપીઓની જાળમાં ફસાઈ?
જયારે આ વખતે ભક્તિનગર પોલીસમાં આપવામાં આવેલ ફરિયાદમાં ભોગ બનનાર સગીરાની એક સગીર વયની સહેલીએ ભોગ બનનાર સગીરાને એક મોબાઈલ ફોન આપ્યો હતો અને તેના આધારે પ્રથમ આરોપી ડેવિલ ઉર્ફે સાહીલ સાથે સંપર્ક કરાવી આપ્યો હતો. આરોપી ડેવિલે ઇન્સ્ટાગ્રામ પર સગીરા સાથે વાતચીતની શરૂઆત કરી તેને સંપૂર્ણ વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ ગત તારીખ 29 માર્ચ 2026ના રોજ આરોપી ડેવિલ અને સાહિલ ભોગ બનનારને લેવા માટે આરોપી સાહીલના મોટરસાયકલ પર ગયા હતા બાદમાં સાહીલ ઉર્ફે ઝેરી સગીરાને હોન્ડા પર બેસાડીને જંગલેશ્વરમાં આવેલા પોતાના ઘરે લઈ ગયો હતો જ્યાં અગાઉથી જ આરોપી ડેવિલ હાજર હતો. સગીરા ત્યાં પહોંચતા જ સાહીલ ઉર્ફે ઝેરી પોતાના ઘરેથી બહાર ચાલ્યો ગયો હતો અને ઘરમાં એકલી પડેલી સગીરાને આરોપી ડેવિલે ડરાવી, ધમકાવીને તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં આરોપી સાહીલ ઉર્ફે ઝેરીએ તેને રૂમ પૂરો પાડીને અને સગીરાને લાવીને સક્રિય મદદગારી અને સહાયતા કરી હતી. ત્યારબાદ આરોપી સહેલીએ સગીરાનો પરિચય આરોપી મિહીર કુગશીયા સાથે કરાવ્યો હતો. મિહીરે પણ સગીરા સાથે પરિચય કેળવી તેને પ્રેમ જાળમાં ફસાવી વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ ગત તારીખ 6 મે 2026ના રોજ મિહીર સગીરાને બસપોર્ટ પાસે આવેલી એક હોટેલ પર લઈ ગયો હતો ત્યાં મિહીરે પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન સગીરાની જ બાજુમાં રહેતા આરોપી રજાક ઠેબાએ પણ સગીરા સાથે પરિચય કેળવી લીધો હતો અને ઇન્સ્ટાગ્રામ મારફતે તેનો સંપર્ક ચાલુ રાખ્યો હતો અને તારીખ 16 મે 2026ના રોજ રજાક સગીરાને પોતાના એક્ટિવા પર બેસાડીને બસ સ્ટેન્ડની પાછળ આવેલી હોટેલમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્રણ શખસોએ ચાલુ કારમાં કુકર્મ આચર્યું
આ આરોપીઓની ક્રૂરતાની પરાકાષ્ઠા તો ત્યારપછીના દિવસે જોવા મળી હતી જેમાં તારીખ 17 મે 2026ના રોજ આરોપી રજાક ઠેબા, ધવલ અને આશીફ શાહમદાર નામના ત્રણેય શખસોએ સગીરાને એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં બેસાડીને લઈ ગયા હતા. ચાલતી સ્વિફ્ટ કારમાં આરોપી રજાકે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી છરી બતાવી ડરાવી હતી. ત્યારબાદ કારની અંદર જ ત્રણેય આરોપીઓએ વારાફરતી સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત, આ જ ગુનામાં સગીર આરોપીએ પણ સગીરાનો સંપર્ક કરીને તેની જાતીય સતામણી કરી હતી. આમ આ તમામ આઠેય આરોપીઓએ ભોગ બનનાર સગીરા સાથે શારીરિક અત્યાચાર ગુજારવામાં એકબીજાને સક્રિય મદદગારી અને સહાયતા કરી હતી. હાલ ભોગ બનનાર 14 વર્ષની સગીરાની ફરિયાદ પરથી ભક્તિનગર પોલીસે BNSની કલમ 137(2), 64(2)એમ, 65(1), 70(2), 351(2), 223, 204 તથા જી.પી. એક્ટની કલમ 135(1) તેમજ પોક્સો એક્ટની કલમ 8, 6, 12, અને 17 મુજબ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમાચાર પણ વાંચોઃ
ભુવાએ વિધિના નામે કારખાનેદારની પત્ની પર વારંવાર દુષ્કર્મ આચર્યું
રાજકોટમાં વધુ એક દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. શહેરમાં સબમર્શીબલ પંપનું કારખાનું ધરાવતા એક કારખાનેદારના કારખાનામાં અને ઘરમાં વિધિ કરવાના નામે ભુવાએ કારખાનેદારની પત્ની પર વારંવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી ભુવાએ પરિણીતાને કહ્યું હતું કે, મને માતાજીએ કહ્યું છે કે હું જ તારો પતિ છું. કારખાનામાલિકના ઘરમાંથી મેલુ કાઢવાનું કહી રાત્રિના 12 વાગ્યે વિધિ શરૂ કરી હતી. વિધિ માટે પતિ અને પુત્રને અન્ય રૂમમાં મોકલી ભુવાએ કુકર્મ આચર્યું હતું. ત્યારબાદ પરિણીતાના પુત્રને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. કારખાનેદાર પરિવારે આબરુ બચાવવા બે વાર ઘર બદલ્યા છતા ભુવાએ પીછો ન છોડતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
Read Original Article →