રાજકોટની સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કેસ:ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કેળવી પ્રેમજાળમાં ફસાવનાર ડેવિલ ઉર્ફે સાહિલ સહિત બેની ધરપકડ, હજુ એક આરોપી ફરાર
• આરોપીઓ છોકરીનું ખોટું આઈડી પ્રુફ આપી હોટલમાં લઇ ગયા'તા
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને તેની જ સગીર વયની સહેલીએ અલગ અલગ યુવાનો સાથે સંપર્ક કરાવ્યા બાદ એક સગીર સહીત અલગ અલગ 7 શખ્સોએ સગીરાને ઘર, હોટેલ અને કારમાં લઈ જઈ જઈ સામુહિક દૂષ્કર્મ આચર્યાની ઘટનામાં ભક્તિનગર પોલીસે અગાઉ બે સગીર સહિત પાંચની ધરપકડ કર્યા બાદ વધુ બે આરોપીઓને સુરત અને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા છે. જે તમામના 25 તારીખ સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. આજે પકડાયેલ આરોપી સાહિલ ઉર્ફે ડેવિલ વિરુધ્ધ 7 જેટલા ચોરીના ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે જયારે ફરાર એક આરોપી ગુજરાત બહાર ભાગી ગયો હોવથી તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ભોગ બનનાર બાળાને તેની જ એક સગીર સહેલીએ મોબાઈલ ફોન આપ્યો હતો બાદમાં એક શખ્સે તેણીને સીમ કાર્ડ આપ્યું હતું. આપછી સગીર વયની સખીએ અલગ અલગ છોકરાઓ સાથે આ સગીરાનો પરિચય કરાવ્યો હતો. ફ્રેન્ડશીપના બહાને અલગ અલગ શખ્સોએ આ સગીરાને ઘરે, હોટેલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ કારમાં પણ તેની સાથે ત્રણ શખ્સોએ વારાફરતી બળજબરી આચરી હતી. આ ગુનામાં નકલી પોલીસ બની લૂંટ કરવામાં સામેલ પોપટપરાનો નામચીન મિહીર કુગશીયા, ટ્રાફિક વોર્ડન ધવલ રાઠોડ સહિતના 8 શખ્સો સામે પોક્સો, ગેંગરેપ, ધાધમકીની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે ગુનો નોંધી તાત્કાલિક મિહીર ભાનુભાઈ કુગશીયા (ઉ.વ.22), ધવલ રાજેશભાઈ રાઠોડ (ઉ.વ.24), સાહિલ ઉર્ફે ઝેરી હનીફભાઈ ઝરા (ઉ.વ.24) તથા બે સગીર મળી પાંચને પકડી પાડ્યા બાદ વધુ બે આરોપી અબ્દુલરજાક જુમાભાઈ ઠેબા (ઉ.વ.22) તથા સાહિલ ઉર્ફે ડેવીલ હમીરભાઈ નારેજા (ઉ.વ.21)ને અમદાવાદ અને સુરતથી ઝડપી પાડવામાં આવ્યા છે. જેમને કોર્ટમાં રજૂ કરતા તમામને આગામી તારીખ 25 મેં સુધી પોલીસ રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસમાં ભક્તિનગર પોલીસ દ્વારા એક સગીર અને એક સગીરા સહીત કુલ 8 શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી જે પૈકી 7 આરોપીઓ ઝડપાઇ ચુક્યા છે જયારે હજુ એક આરોપી આશીફ શાહમદાર ફરાર થઇ ચુક્યો હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ તપાસમાં આરોપીઓ જયારે સગીરાને હોટલમાં લઇ ગયા ત્યારે ખોટું આઈડી પ્રુફ આપ્યું હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી સાહિલ ઉર્ફે ડેવિલ વિરુદ્ધ અગાઉ સાત જેટલા ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Read Original Article →