કોઠારિયામાંથી અઢી કિલો ગાંજા સાથે બે ઝડપાયા:વીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી, પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પીધું
રાજકોટ આજીડેમ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, રવિકુમાર તથા રાહુલકુમાર નામના શખ્સો થોડીવારમાં કોઠારીયા ગામ પાણીના ટાંકાથી આગળ સોલવંટ ફાટક તરફ જવાના રસ્તે આવવાના છે અને તેના કબ્જામાં ગાંજાનો જથ્થો છે જે બાતમીના આધારે ટીમે દરોડો પાડી બંને શખ્સોની અટકાયત કરી નામ પૂછતા પોતાનું નામ રવિકુમાર મંગલસીંગ (ઉ.વ.26) અને રાહુલકુમાર નંદજીપ્રસાદ (ઉ.વ.30) હોવાનું જણાવ્યું હતું. બંને પાસે રહેલ થેલામાં તપાસ કરતાં તેમાંથી 2.588 કિલો ગાંજાનો જથ્થો મળી આવતાં બંને શખ્સોની ધરપકડ કરી ગાંજો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ.1.50 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બંને શખ્સો મોરબીથી અહીં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કામ કરતા શ્રમિકોને ગાંજો સપ્લાય કરવા આવ્યા હતા તે બંનેને આ ગાંજાનો જથ્થો બિહારના શખ્સે સપ્લાય કર્યો હોવાનું સામે આવ્યું છે. વીરડા વાજડી ગામે નિવૃત્ત જમાદારના પુત્રની ઘરમાંથી કોહવાયેલી લાશ મળી
રાજકોટ કાલાવડ રોડ હાઇવે પર આવેલ વીરડા વાજડી ગામે મફતીયાપરામાં રહેતા રોહિતભાઈ ધીરજલાલ જાદવ (ઉ.વ.52) નામના પ્રૌઢની તેના જ ઘરમાંથી કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો જેની પ્રાથમિક તપાસમાં મૃતદેહ ત્રણેક દિવસથી પડયો હોવાથી કોહવાઈ ગયો હોવાથી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સી પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રોહિતભાઈના પિતા ધીરજલાલ અગાઉ જૂનાગઢમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતાં. જેઓ હાલમાં હયાત નથી તેમના માતા લંડનમાં રહે છે. મૃતક વીરડા વાજડી ગામે રહી હોટલમાં કામ કરી ગુજરાન ચલાવતા હતાં અને પોતે એકલવાયુ જીવન જીવતા હોવાનું સામે આવ્યું છે. ચેક બાઉન્સ થતા કારખાનેદારે CP ઓફિસ પાસે ફિનાઈલ ગટગટાવ્યું
રાજકોટ શહેર પોલીસ કમિશનર કચેરી પાસે કલ્પેશ સુરેશભાઈ હિરપરા (ઉં.વ.35) નામના કારખાનેદારે ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભક્તિનગર વિસ્તારમાં કારખાનું ધરાવતા કલ્પેશભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે પ્રદ્યુમન નગર પોલીસ સ્ટાફે નિવેદન લીધું જેમાં તેને આક્ષેપ કર્યો હતો કે,તેમના એક પરિચિત પાસેથી એક વર્ષ પહેલા દોઢ લાખ હાથ ઉછીના લીધા હતા. રકમ લેતી વખતે ચેક આપ્યા હતા. આ પછી તેમણે દોઢ લાખની રકમ ચૂકવી દીધી હતી પરંતુ સામે વાળો વ્યક્તિ ચેક પરત કરતો ન હતો જેથી સામેવાળા વ્યક્તિ સામે ભક્તિનગર પોલીસમાં અરજી કરી હતી. જેથી સામેવાળા વ્યક્તિએ પણ તેમના વિરુદ્ધ સામી અરજી કરી હતી. આ પછી બંને વચ્ચે સમાધાન થયું હતું સમાધાન બાદ પણ સામેવાળી વ્યક્તિએ ચેક રિટર્ન કરાવી દીધા હતા જેથી સીપી કચેરીએ રજૂઆત કર્યા બાદ તેમણે આ પગલું ભરી લીધું હતું. પિતાએ મોબાઈલ લેવાની ના પાડતા પુત્રએ એસિડ પી લીધું
રાજકોટ શહેરના તોપખાનામાં રહેતા અશ્વિનભાઈ મનસુખભાઈ ચૌહાણ (ઉં.વ.45) ગઈકાલે બપોરે 1.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે એસિડ પી જતા રાજકોટ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે, અશ્વિનભાઈ વોર્ડ નંબર 5માં સફાઈ કામદાર તરીકે કામ કરે છે. તેમને રૂપિયા 10000ની કિંમતનો મોબાઇલ ખરીદવો હતો જેના માટે મેં તેને હમણાં ફોન નથી લેવો તેમ કહેતા લાગી આવતા આ પગલું ભર્યું હતું. હાલ અશ્વિનભાઈ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ છે જેનું પોલીસે નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે.
Read Original Article →