રાજકોટની 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ:ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી 7 શખ્સોએ ઘર, હોટલ અને ચાલતી કારમાં છરીની અણીએ કુકર્મ આચર્યું

Gujarat5/19/2026, 10:16:43 AM
રાજકોટની 15 વર્ષીય સગીરા સાથે ગેંગરેપ:ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી 7 શખ્સોએ ઘર, હોટલ અને ચાલતી કારમાં છરીની અણીએ કુકર્મ આચર્યું
રાજકોટ શહેરના જંગ્લેશ્વર વિસ્તારમાં રહેતી 15 વર્ષની સગીરા સાથે ગેંગ રેપની ઘટના સામે આવી છે. ઇન્સ્ટાગ્રામ મારફતે પહેલા મિત્રતા કેળવી બાદમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી 7 શખ્સોએ સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આરોપીઓ દ્વારા પોતાના ઘરે, હોટલ અને ચાલતી કારમાં છરીની અણીએ ત્રાસ ગુજાર્યો હોવાનું સગીરાએ જણાવતા પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પરથી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ એક સગીરા સહિત 8 સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ભોગ બનનાર સગીરાની બહેનપણીએ તેને એક મોબાઈલ ફોન આપ્યો હતો. જેમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન હતું અને સગીરાએ તેના પર ડેવિલ સાથે પ્રથમ વાતચીત શરૂ કરી હતી. આ પછી અન્ય આરોપીઓ સાથે સંપર્ક થતા એક બાદ એક સાત આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું.
Read Original Article →