1.91 લાખ વિદ્યાર્થીઓની JEE એડવાન્સ પરીક્ષા:સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓની રાજકોટમાં એક્ઝામ, ખેતી કામ કરતા માતા-પિતાના પુત્રનું IITમાં અભ્યાસ કરવાનું સ્વપ્ન
દેશભરની 23 IIT માં એડમિશન માટે આજે IIT રૂરકી દ્વારા JEE એડવાન્સની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ભારતમાં JEE મેઈનમાં ક્વોલિફાઇ થયેલા 1.91 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સવારે 9થી 12 અને બપોરે 2.30 થી 5.30 વાગ્યા સુધી એમ બે પેપર લેવામાં આવશે. જેમાં સવારે 180 અને બપોરે 180 એમ કુલ 360 માર્કનું પેપર લેવામાં આવશે. CBT (કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ) લેવામાં આવી હતી. જેમાં રાજકોટમાં મેટોડામાં વિરલ પ્લાઝા અને મારવાડી યુનિવર્સિટીમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ખેતી કામ કરતા માતા પિતાના પુત્રનું IIT માં અભ્યાસ કરવાનું સ્વપ્ન છે. જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓ દેશની ટોપ IITમાં એડમિશન મેળવી સિવિલ એન્જિનિયર બનવા માંગે છે. ખેતીકામ કરતાં માતા-પિતાના દીકરાને IITમાં અભ્યાસની ઈચ્છા
મારવાડી યુનિવર્સિટી ખાતે પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થી રાજેશ દુમાદીયાએ જણાવ્યું હતું કે, હું સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાથી આવું છું અને JEE એડવાન્સની પરીક્ષા આપવા માટે આવ્યો છું. દરરોજ 8થી 9 કલાકનું વાંચન કરતો હતો. જસદણ ઓમકાર સ્કૂલમાં અભ્યાસ કરું છું. ભવિષ્યમાં IITમાં એડમિશન મેળવવાની ઈચ્છા છે. મારા માતા પિતા ખેતી કામ કરે છે. જસદણમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો અને મારા માતા પિતા તેમજ શિક્ષકોએ ભણવા બાબતે ફૂલ સપોર્ટ કર્યો છે. 'દરરોજનું 10 કલાક રીડીંગ કરેલું છે'
વિદ્યાર્થિની પ્રિયાંશીએ જણાવ્યું હતું કે, આજે JEE એડવાન્સની પરીક્ષા છે જે માટે હવે દરરોજનું 10 કલાક રીડીંગ કરેલું છે અને પિતા ગવર્મેન્ટ જોબ કરે છે. ભવિષ્યમાં સિવિલ એન્જિનિયર બનવાની ઈચ્છા છે. મારા માતા પિતા અને શિક્ષકોની પ્રેરણાથી મેં 12 સાયન્સ બાદ A ગ્રૂપ પસંદ કરી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે. 'સિવિલ એન્જિનિયર બનવાની ઈચ્છા છે'
જય સદાદીયાએ જણાવ્યું હતું કે, આજે JEE એડવાન્સની પરીક્ષા માટે આવ્યો છું. હું મોરબીથી આવ્યો છું. આ પરીક્ષા માટે દરરોજની 5 થી 6 કલાકનું વાંચન કરતા હતા. ભવિષ્યમાં સિવિલ એન્જિનિયર બનવાની ઈચ્છા છે.
Read Original Article →