સનાતન સેતુ હનુમાન કથાનો આજે બીજો દિવસ:વર્તમાનમાં AIની બોલબાલા, ગમે એને ગમે ત્યાં જોડે પણ હવે ભારતમાં હિન્દુ ઇન્ટેલિજન્સની જરૂર: ધીરેન્દ્ર શાસ્ત્રી

Gujarat6/6/2026, 11:21:10 AM
સનાતન સેતુ હનુમાન કથાનો આજે બીજો દિવસ:વર્તમાનમાં AIની બોલબાલા, ગમે એને ગમે ત્યાં જોડે પણ હવે ભારતમાં હિન્દુ ઇન્ટેલિજન્સની જરૂર: ધીરેન્દ્ર શાસ્ત્રી
રાજકોટના રેસકોર્સ મેદાનમાં સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત "સનાતન સેતુ હનુમાન કથા"ના પ્રથમ દિવસે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહારાજ દ્વારા હનુમાન કથાનું રસપાન હજારો લોકોને કરાવવામાં આવ્યું હતું. આ કથા દરમિયાન હનુમાનજીના આદર્શો, સનાતન સંસ્કૃતિના મૂલ્યો તથા રાષ્ટ્રપ્રેમના સંદેશને શ્રધ્ધાળુઓએ આત્મ સાત કર્યા હતા. પ્રથમ દિવસે કથાની શરૂઆત પહેલા જ તેમણે જાહેરાત કરી હતી કે રાજકોટમાં 3 દિવસીય કથાના આયોજનમાં બદલાવ કરી માત્ર પ્રથમ બે દિવસ કથા બાદ ત્રીજા દિવસે એટલે કે, રવિવારે માત્ર દિવ્ય દરબાર યોજવામાં આવશે. HI એટલે કે હિન્દૂ ઇન્ટેલિજન્સની ખુબ આવશ્યકતા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ પ્રથમ દિવસે કથામાં એક મહત્વ પૂર્ણ વાત કરી હતી જેમાં તેમને જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં AIની બોલબાલા છે. ગમે તેને ગમે ત્યાં ગમે તેની સાથે જોડી દે છે. મારી અનેક તસવીરો બનાવી અલગ અલગ યુવતીઓ સાથે મારા લગ્ન કરાવી દીધા. દરેક વખતે યુવતીની તસ્વીર બદલી કરવામાં આવે છે. ભારતને AIની સાથેસાથે HI એટલે કે હિન્દૂ ઇન્ટેલિજન્સની ખુબ આવશ્યકતા છે. કારણ કે હિન્દૂ ઇન્ટેલિજન્સમાં 3 વાત છે, જેમાં ગરીબ હિન્દુની મદદ ધનવાન હિન્દુ કરે, બીજું અલી અલ્લાહના ચક્કરમાં હિન્દુ ન પડે અને ત્રીજું હિન્દુ સ્કીલ ડેવલોપમેન્ટ શીખે અને જન સંખ્યા વધારે. પરમાત્માના આશીર્વાદથી ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે શરૂઆતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટમાં આવવાનો આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતની ધરતી સંત મહંતોની ધરતી છે કે, જ્યાં એક બાજુ સોમનાથ મહાદેવ અને બીજી બાજુ ભગવાન અને દ્વારકાધીશ બિરાજમાન છે. આ ધરતી ઉપર નરસિંહ મહેતા અને જલારામબાપા જેવા સંત થઈ ગયા છે એ ધરતીનું પૂછવું જ શું? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હનુમાન દાદાની કથા હિન્દુઓને જોડવા માટે છે અને પરમાત્માના આશીર્વાદથી ભારત હિન્દુ રાષ્ટ્ર બનીને જ રહેશે એમાં કોઈ શંકાને સ્થાન નથી. તેમણે કહ્યું હતું કે, પરમાત્મા જાણવાનો વિષય નથી પરંતુ અનુભવ કરવાનો વિષય છે. હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો સીતા માતા, દ્રોપદી અને શબરીની લાજ ભગવાને જ બચાવી હતી. બુરાઈનું પ્રતીક રાવણ છે. સારાઈનું પ્રતીક રામ છે. બુરાઈને મારવા માટે રામને જગાડવા આત્મામાં જગાડવા જ પડશે. પૂજા ત્યારે કરો જ્યારે મન લાગે બહારથી પૂજા કરવાનો કોઈ અર્થ નથી. ઉલ્લેખનીય છે કે કથાની શરૂઆતમાં સી.સી. ધ રોકસ્ટાર બેન્ડ તથા જાણીતા બોલિવૂડ પ્લેબેક સિંગર અને લાઇવ પરફોર્મર ચૈતાલી છાયાએ ભજન અને સંગીતની સુંદર રજૂઆત કરી હતી, રામ સિયારામ સિયારામ જય જય રામની ધૂન ઉપર લોકોને ખૂબ ડોલાવ્યા હતા. જેના કારણે ઉપસ્થિત હરિભક્તોમાં વિશેષ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.
Read Original Article →