રાજકોટ જિલ્લામાં રોડ સેફ્ટી એક્શન મોડમાં:હાઈ-વે પર ગેરકાયદે ડિવાઈડર તોડનારા સામે આટકોટ પોલીસમાં પ્રથમ ગુનો દાખલ

Gujarat6/4/2026, 1:11:36 PM
રાજકોટ જિલ્લામાં રોડ સેફ્ટી એક્શન મોડમાં:હાઈ-વે પર ગેરકાયદે ડિવાઈડર તોડનારા સામે આટકોટ પોલીસમાં પ્રથમ ગુનો દાખલ
રાજકોટ જિલ્લામાં વધતા જતા હાઈવે પરના અકસ્માત ઘટાડવા માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રોડ સેફટી અંગે બેઠક મળી હતી અને જિલ્લામાં હાઇવે પર તૂટેલા ડિવાઈડર આઈડેન્ટિફાય કરી તમામને બંધ કરી દેવામાં આવ્યા હતા. આ પછી પણ ડિવાઈડર તોડવા બદલ માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ આટકોટ પોલીસ સ્તેશમમાં પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે અને સરકારી મિલ્કતને રૂપિયા 60,000નું નુકશાન કરવા બદલ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ડિવાઈડર તોડનારની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ગત વર્ષે અકસ્માતમાં 172 લોકોના મોત નિપજ્યા હતા. 2025માં કુલ 172 લોકોના અકસ્માતે મોત થયા હતા રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં વર્ષ 2025માં કુલ 172 લોકોના અકસ્માતે મોત થયા હતા, જેમાં મોટા ભાગના અકસ્માત સ્ટેટ હાઇ-વે અને નેશનલ હાઇ-વેમાં થયા હોવાનું ધ્યાને આવ્યું છે. આ પછી રાજકોટ જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા રોડ સેફટી કમિટીની બેઠક મળી હતી તેમાં એક કારણ એવું સામે આવ્યું હતું કે, હાઇ-વે પર પેટ્રોલ પમ્પ અને હોટલ સામે ડિવાઈડર તોડવામાં આવતું હોવાથી અકસ્માત સર્જાઈ રહ્યા છે. માટે રાજકોટ જિલ્લા પોલીસ, માર્ગ અને મકાન વિભાગના અધિકારી તેમજ હાઇવે ઓથોરિટીની ટીમ સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. હવે કોઈ ડિવાઈડર તોડશે તો તેમના વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે રાજકોટ-પોરબંદર સોમનાથ હાઇ-વે પર આવા 10 ડિવાઈડર તોડવામાં આવ્યા, રાજકોટ જામનગર હાઈ-વે પર 16 ડિવાઈડર તોડવામાં આવ્યા, કાલાવડ રાજકોટ હાઈવે પર 7 ડિવાઈડર તોડવામાં આવ્યા, અને રાજકોટ ભાવનગર હાઇવે પર 10 ડિવાઈડર તોડવામાં આવ્યા હતા આ તમામ ડિવાઈડર બંધ કરી દેવામાં આવ્યા છે. હવે કોઈ આ ડિવાઈડર અથવા અન્ય કોઈ જગ્યાએ ડિવાઈડર તોડશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારી સંપત્તિને નુકસાન કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી આ પછી રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ ફરિયાદી નોંધાવી છે. રાજકોટ કલેક્ટરના આદેશ બાદ ડિવાઈડર તોડનાર સામે પહેલો ગુનો નોંધાયો છે, જેમાં માર્ગ-મકાન વિભાગના એન્જિનિયરે અજાણ્યા શખ્સ સામે આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સરકારી મિલ્કતને રૂ.60 હજારનું નુકસાન પહોંચાડવા બદલ ફરિયાદ નોંધાવતા હાલ પોલીસ દ્વારા ડિવાઈડર તોડી સરકારી સંપત્તિને નુકસાન કરનાર અજાણ્યા શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
Read Original Article →