બાબા બાગેશ્વરનું વિવાદો વચ્ચે આજે રાજકોટમાં આગમન:રેસકોર્સમાં 3 દિવસ ‘સનાતન સેતુ હનુમાન કથા’, શનિવારે યોજાશે ‘દિવ્ય દરબાર’; જાણો પ્રવેશથી લઈને બેઠક વ્યવસ્થા સુધી

Gujarat6/5/2026, 3:59:16 AM
બાબા બાગેશ્વરનું વિવાદો વચ્ચે આજે રાજકોટમાં આગમન:રેસકોર્સમાં 3 દિવસ ‘સનાતન સેતુ હનુમાન કથા’, શનિવારે યોજાશે ‘દિવ્ય દરબાર’; જાણો પ્રવેશથી લઈને બેઠક વ્યવસ્થા સુધી
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતા માટે આજથી ઘર આંગણે બાગેશ્વરધામ સરકારના દર્શન-સત્સંગ, કથા અને દિવ્ય દરબારનો ત્રિવેણી સંગમ શરૂ થવા જઈ રહ્યો છે. જૂન, 2023 બાદ ફરી એકવાર આજે એટલે કે 5 જૂન, 2026ના રોજ બાગેશ્વરધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું રાજકોટમાં ભવ્ય આગમન થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય મહોત્સવ 5, 6 અને 7 જૂન દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે યોજાશે. કથાના આયોજકોના જણાવ્યા મુજબ, આ મહોત્સવનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને સંગઠિત કરવાનો તેમજ લોકોમાં સનાતન સંસ્કાર, હનુમાન ભક્તિ, રાષ્ટ્ર ભાવના અને આધ્યાત્મિક જાગૃતિનો સંચાર કરવાનો છે. વિરોધીઓના આક્ષેપો અને બાબાનો ખુલ્લો પડકાર નોંધનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટમાં બાબાના દરબારને લઈને વિરોધનો સૂર પણ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વિરોધીઓ દ્વારા બાબા પર અંધશ્રદ્ધા ફેલાવવાનો આરોપ લગાવીને ચેલેન્જ ફેંકવામાં આવી હતી. આ વિવાદ વચ્ચે ધીરેન્દ્ર શાસ્ત્રીએ તમામ વિરોધીઓની ચેલેન્જનો સ્વીકાર કરીને સ્પષ્ટ કર્યું છે કે, જે લોકોને પણ વિરોધ કે શંકા હોય તેઓ ખુલ્લા મને દરબારમાં આવી શકે છે. જો કે, હજુ સુધી વિરોધીઓ તરફથી કથા કે દરબારમાં આવવા અંગે કોઈ સહમતી દર્શાવવામાં આવી નથી. આ પણ વાંચો... પરસોત્તમ પીપળીયાએ કહ્યું- 'મારી પર તંત્ર-મંત્ર અજમાવી જુએ', ચેલેન્જ આપતા વિરોધીઓને બાબાનું દરબારમાં આવવા આમંત્રણ બાબા બાગેશ્વરના કાર્યક્રમોનું શિડ્યુલ એરપોર્ટથી લઈને કથા સ્થળ સુધીના કાફલામાં માત્ર EV વાહનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્યાવરણ અને ઊર્જા બચતની અપીલને ધ્યાનમાં રાખીને આ આયોજનમાં એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના એરપોર્ટથી લઈને કથા સ્થળ સુધીના સ્વાગત કાફલામાં તમામ ઇલેક્ટ્રિક વાહનો નો જ ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, ભક્તોને પણ શેરીંગ સિસ્ટમ અથવા EV વાહનોમાં આવવા અપીલ કરાઈ છે. રાજકોટ મનપા સાથે સંકલન કરીને ભક્તોની સુવિધા માટે સ્પેશિયલ ઇલેક્ટ્રિક બસોના રૂટ પણ શરૂ કરવામાં આવશે. પ્રવેશ માટે 6 એન્ટ્રી ગેટ અને ટ્રાફિક વ્યવસ્થા કથા ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અને હાઈટેક સુવિધાઓ શું છે સમગ્ર વિવાદ? રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમન પૂર્વે ‘વિજ્ઞાન જાથા’ના જયંત પંડ્યા અને સ્થાનિક આગેવાન પરષોત્તમ પીપળીયા દ્વારા તેમના કથિત ચમત્કારોને ખુલ્લો પડકાર ફેંકવામાં આવતા વિવાદ સર્જાયો છે. તેમણે બાબા બાગેશ્વર સામે અંધશ્રદ્ધા ફેલાવવાનો આક્ષેપ કરી પોતાની જાનનું જોખમ ખેડીને પણ તેમના દિવ્ય દરબારમાં રૂબરૂ જઈ પડકારવાની જાહેરાત કરી છે, જેમાં પરષોત્તમ પીપળીયાએ વર્ષ 1997ના એક રહસ્યમય અપહરણ કેસનો ઉકેલ લાવી બતાવવા બાબાને ચેલેન્જ આપી છે. બીજી તરફ, બાબા બાગેશ્વરે આ પડકારોનો સ્વીકાર કરી વિરોધીઓને દરબારમાં આવવા આમંત્રણ આપ્યું છે, જ્યારે આયોજકોએ આ વિરોધને માત્ર સનાતન ધર્મના સંગઠનાત્મક કાર્યોને રોકવાનો એક પ્રચાર ગણાવ્યો છે.
Read Original Article →