રાજકોટના જીમ ટ્રેનર સાથે છેતરપિંડી:ગોવામાં વિલા ભાડે રાખી ધંધો કરવા કહી 10% વળતરની લાલચ આપી આરોપીએ રૂ.20.06 લાખમાં પડાવ્યા

Gujarat5/21/2026, 4:18:11 PM
રાજકોટના જીમ ટ્રેનર સાથે છેતરપિંડી:ગોવામાં વિલા ભાડે રાખી ધંધો કરવા કહી 10% વળતરની લાલચ આપી આરોપીએ રૂ.20.06 લાખમાં પડાવ્યા
રાજકોટમાં વધુ એક છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરના રેલનગર વિસ્તારમાં જીમ ટ્રેનરને ગોવામાં વિલા ભાડે રાખી ધંધો કરવા અને તેમાં 10% વળતર મળશે તેવી લાલચ આપી આરોપીએ રૂ.20.06 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રેલનગરમાં વેકરીયા ચોક, દાંડી હનુમાન સામે રહેતાં સુનીલભાઈ કાળીદાસભાઈ ચાવડા (ઉ.વ.38)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અનુજ અનિલ ખોખરાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે શહેરમા અલગ અલગ જગ્યાયે જીમ ટ્રેનર તરીકે કામ કરે છે. છેલ્લા 7 વર્ષથી નાના મવા સર્કલ પાસે સિલ્વર હાઇટસ બિલ્ડીંગમાં જીમ ટ્રેનર તરીકે જતો અને તેજ બીલ્ડીંગમા રહેતા આરતીબેન અગ્રવાલ જીમમાં કસરત માટે આવતા જેમને છેલ્લા 7 વર્ષથી ઓળખે છે. તેમના પર્સનલ ટ્રેનર તરીકે કામ કરતો હતો. જેથી તેમની સાથે સારી રીતે પરીચય થયો હતો. તા.21.04.2024ના આરતીબેનના સસરાનું અવસાન થતા તેમના ઘરે બેસણામાં ગયા ત્યારે આરતીબેને તેમના સગાભાઈ અનુજ કોકરા સાથે મુલાકાત કરાવી અને ત્યારે આ અનુજએ જણાવ્યું કે, પોતે ગોવા રહી વીલા ભાડે રાખીને ધંધો કરે છે જેમા પોતે ગોવામાં વીલા વર્ષ માટે ભાડે લઈ દૈનીક ભાડે અન્ય લોકોને આપે છે. જેમા પોતાને સારો નફો થાય છે અને માસીક આશરે 10% જેવુ વળતર મળી જાય છે, હાલ ગોવામાં વીલાનો ધંધો ખુબ જ ઝડપથી વધી રહ્યો છે એક વીલા વર્ષ માટે ભાડે લેવા માટે આશરે 7.50 લાખ જેવો ખર્ચ થાય છે, હુ ઇન્વેસ્ટરને શોધુ છુ, તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો સારી તક છે તેવી વાત કરી હતી. આરોપીએ કહ્યું કે, તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે મીનીમમ ત્રણ વીલા ભાડે રાખવા પડે તે માટે તમારે આશરે 20 લાખ જેવુ રોકાણ કરવુ પડશે. બે-ત્રણ દીવસ બાદ આરતીબેન સાથે જીમમા અનુજે જણાવ્યું વીલામા રોકાણની વાત કરતાં અનુજના મોબાઇલ નંબર આપ્યા હતા કારણ કે તે ગોવા જતો રહ્યો હતો. જે બાદ તેને કોલ કરી રોકાણની વાત આગળ વધારતા તેમને જણાવ્યું કે, તમે મને 20 લાખ રુપીયા આપી દેશો, ત્યાર બાદ હું વીલા મારા નામે ભાડે રાખીશ અને તમને હુ વીલા બાબતનો એગ્રીમેન્ટ કરી આપીશ જેનું તમને દર મહીને 10 ટકા જેવુ વળતર તમારા બેંક એકાઉન્ટમા ટ્રાન્સફર કરી આપીશ. ત્યારબાદ અનુજના બહેન આરતીબેનને છેલ્લા સાત વર્ષથી ઓળખતો હોય જેથી વિશ્વાસ કરી અલગ અલગ સમયે કુલ રૂ.12.56 લાખ વીલા ભાડે રાખવા માટે ટ્રાન્સફર કર્યા હતાં. બાદ અનુજને રૂપીયા ટ્રાન્સફર કર્યા બાદ ગોવા વીલા જોવા માટે જવાનુ હોય જેથી તેને ફોન કરી વાત કરી અને ત્યાર બાદ તા.07.01.2025ના ગોવા વીલા જોવા માટે ગયા હતા. આરોપીએ ગોવાના અનોખા એસ્ટેટની અંદર આવેલ રેડસ્ટોન વીલામા લઇ ગયા ત્યારે તે વીલાનું રિનોવેશન કામ ચાલુ હતુ. યુવક એક રાત્રીના તેજ વીલામા રોકાયો હતો. થોડાક સમય બાદ અનુજને ફોન કરી જણાવ્યું કે, હુ મારા મીત્ર સાથે ગોવા આવુ છુ અને અમારું વીલામા બુકીંગ કરાવવાનુ જણાવી મીત્ર પાર્થભાઈ કોઠારી સાથે તા.12.04.2025ના ગોવા ગયા અને અનુજને ફોન કરતા તેમને વીલા બુક હોવાનુ જણાવી એક ફ્લેટમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. અનુજને રૂબરૂ મળી તેને મોકલાવેલ રૂપીયા બાબતે ભાડે રાખેલ વીલાના વળતરના રૂપીયાની વાત કરતા જણાવ્યું કે, હાલ પોતાની પાસે રૂપીયાની વ્યવસ્થા નથી રૂ.20 લાખ ભાડાના થાશે પછી તમને વળતરના રૂપીયા આપીશ. યુવકે મીત્ર મીલીંદ રાવને ફોન કરી ગોવા બોલાવેલ અને બન્ને મીત્રો સાથે ગોવા રોકાયા ત્યારે એક દીવસ પુરતુ આ અનુજે એક બીજો વીલા બતાવી તેમા રહેવાની વ્યવસ્થા કરી આપી પરંતુ જે રૂપીયા આપેલ તેમા ગોવામાં કયો વીલા ભાડે રાખ્યો છે તેની કોઈ હકીકત જણાવી ન હતી અને ત્યારબાદ યુવક મીત્રો સાથે રાજકોટ પરત આવી ગયો હતો. ત્યાર બાદ જુન 2025માં અનુજનો કોલ આવ્યો હતો કે, રૂ.20 લાખમાં રૂ.7.50 લાખ બાકી છે અને પોતાનો એક મીત્ર રાજકોટ છે, જેથી બાકીના રૂ.7.50 લાખ આપવાની વાત કોન્ફરન્સથી કરતા તેના મીત્રને બજરંગવાડી સર્કલ ખાતે મળી 7.50 લાખ રોકડા આપ્યા હતા. જે બાદ આરોપીએ ગોવા વીલા ભાડે અંગેના કોઈ લખાણ કે આપેલ રૂપીયાનુ વળતર કે રૂપીયા પરત નહી આપી છેતરપીંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read Original Article →