રાજકોટ ફાયરિંગ કેસ:રામદેવ ડાંગરે સાગરીતને આપેલ દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા અલગ ગુનો નોંધાયો, હથિયારના સપ્લાયર તરીકે નામચીન ભરત કુગશીયાનું નામ ખુલ્યું

Gujarat5/12/2026, 7:06:30 PM
રાજકોટ ફાયરિંગ કેસ:રામદેવ ડાંગરે સાગરીતને આપેલ દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા અલગ ગુનો નોંધાયો, હથિયારના સપ્લાયર તરીકે નામચીન ભરત કુગશીયાનું નામ ખુલ્યું
રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત શનિવારના રોજ થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ તપાસ દરમિયાન આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર તેના બે સાગરીતો પાસેથી મળી આવતા રિમાન્ડ દરમિયાન તેના પાસેથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા તેને કબ્જે કરી કુલદિપસિંહ જાડેજા વિરુધ્ધ અલગથી ગુનો નોંધી એ હથિયારના સપ્લાયર તરીકે રામદેવ ડાંગરનું નામ ખુલતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુઘી ચાર આરોપીની ધરપકડ કરી ત્રણ ગેરકાયદે હથિયાર અને એક પરવાના વાળું મળી કુલ 4 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. જયારે રામદેવ ડાંગરને ગેરકાયદે હથિયાર નામચીન ભરત કુગશીયાએ આપ્યાની કબૂલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. લાઇન બોય દિવ્યરાજસિંહ સરવૈયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા'તા રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં જેમકો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે શનિવારે સાંજે પૈસાની લેતી દેતીમાં થયેલી તકરાર બાદ બલી ડાંગરના સાગરીત રામદેવ ડાંગર ઉપર લાઇન બોય દિવ્યરાજસિંહ સરવૈયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જોકે તેમાં કોઈને ઈજા પહોંચી ન હતી અને ઘટના બાદ બંનેપક્ષોએ સમાધાન કરી લેતા ગાંધીગ્રામ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની ખૂનની કોશિશ, આર્મ્સ સેટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયાની રવિવારે ધરપકડ કરી હતી. આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર તેના બે મિત્રો કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ.33) અને અજયસિંહ વનરાજસિંહ ચુડાસમા(ઉ.વ.32)ને આપ્યા હતા જેણે તુરંત અહીંથી હથિયાર લઈ જામનગર રોડ પર પરાસર પાર્ક પાસે પટ્ટમાં દાટી દીધા હતા જે હથિયાર અને જીવતા કાર્ટિઝ પોલીસે કબજે કર્યા છે અને આ બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરતા આરોપી કુલદીપસિંહ જાડેજાના ઘરમાંથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે અલગથી એક ગુનો નોંધી રૂપિયા 10,000નો મુદામાલ કબ્જે કરી પુછપરછ કરતા આ હથિયાર તેને રામદેવ ડાંગરે આપ્યું હોવાની કબૂલાત આપતા પોલીસે રામદેવ સામે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ પોલીસે અગાઉ કબ્જે કરેલા બે ગેરકાયદે હથિયાર અંગે પુછપરછ કરતા આરોપી રામદેવ ડાંગરે કબૂલાત આપી હતી કે આ હથિયાર તેને નામચીન ભરત કુગશીયાએ સપ્લાય કર્યા છે જેથી પોલીસે સપ્લાયર ભરત કુંગશીયાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુઘી ચાર આરોપીની ધરપકડ કરી ત્રણ ગેરકાયદે હથિયાર અને એક પરવાના વાળું મળી કુલ 4 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. શનિવારે સાંજે 4.30 વાગ્યા આસપાસ ફાયરિંગની ઘટના બની હતી રાજકોટના જામનગર રોડ પર શનિવારે સાંજે 4.30 વાગ્યા આસપાસ ફાયરિંગની ઘટના બની હતી જેની જાણ ગાંધીગ્રામ પોલીસને રાત્રે મળતા સ્થળ પર જઈ તપાસ કરતા સીસીટીવી ફૂટેજ પરથી ફાયરિંગની ઘટના બની હોવાનું ફલિત થયું હતું. જેમાં દિવ્યરાજસિંહ સરવૈયા સફેદ કલરની બલેનો કાર લઈ આવ્યો હતો અને કારમાંથી ઉતરી પોતાના પરવાનાવાળા હથિયારમાંથી સામેની તરફ ઊભેલા રામદેવ ડાંગર ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા તે વખતે સ્થળ પર હાજર અન્ય લોકો તેને સાઈડમાં લઇ જતા તેનો બચાવ થયો હતો. બીજી તરફ રામદેવે પણ પોતાની પાસે રહેલ દેશી પિસ્તોલ સામે તાકી હતી ઘટના બાદ બંનેપક્ષે સમાધાન થઈ ગયું હતું પરંતુ ગાંધીગ્રામ પોલીસે બનાવની ગંભીરતા દાખવી સરકાર તરફે ફરિયાદી બની બંને સામે હત્યાનો પ્રયાસ આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. રવિવારના રોજ પોલીસે આરોપી દિવ્યરાજસિંહ મજબૂતસિંહ સરવૈયા (ઉ.વ.40) અને રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર (ઉ.વ.44) ની ધરપકડ કરી લાઇસન્સવાળું હથિયાર બે ખાલી કાર્ટીસ બલેનો કાર અને રામદેવની ફોર્ચ્યુનર કાર અને ત્રણ મોબાઈલ સહિત રૂ.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પછી પોલીસે સઘન પૂછતાછ કરતા રામદેવ ડાંગરે પોતાની પાસે રહેલ દેશી પિસ્તોલ અને તેની ફોરચ્યુનર કારમાં પણ એક હથિયાર હોય જેથી તુરંત તેના મિત્ર કુલદીપ ઉર્ફે લાલાને જાણ કરી હતી બાદમાં કુલદીપસિંહ અને તેનો અન્ય મિત્ર અજયસિંહ અહીં આવ્યા હતા અને બંને હથિયાર લઈ જામનગર રોડ પર પરાસર પાર્ક ખુલ્લા પટમાં બંને હથિયાર અને કાર્ટિસ્ટ દાટી દીધા હતા જેથી આજ રોજ પોલીસે બંને આરોપી કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા અને અજયસિંહ વનરાજસિંહ ચુડાસમાને ઝડપી લઈ બંને હથિયાર અને સાત જીવતા કાર્ટીઝ કબજે કર્યા હતા.
Read Original Article →