પાલિકા-પંચાયતની ચૂંટણીમાં એક ઉમેદવાર કેટલો ખર્ચ કરી શકશે?:પ્રતિ વ્યકિત ચા-કોફીના રૂ. 10 અને નાસ્તાના રૂ. 63 ગણાશે, ઢોલ-નગારા વગાડશે તો રૂ. 1000
રાજ્યમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 32 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત શરૂ કરી દીધી છે. મહત્વનું છે કે, ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણી સભામાં કે મીટીંગમાં ઉમેદવાર દ્વારા જે ખર્ચ કરવામાં આવે છે તેનો હિસાબ આપવાનો રહે છે. ચૂંટણી પંચ દ્વારા ચા-કોફી, નાસ્તો, ઢોલી, મંડપ ડેકોરેશન, વાહન ફ્યુઅલ સહિત અલગ અલગ ખર્ચનું લિસ્ટ જાહેર કરાયું છે. મહાનગરપાલિકાની ચૂંટણી લડતો ઉમેદવારે 9 લાખની મર્યાદામાં ખર્ચ કરી શકશે
રાજ્યમાં યોજાઈ રહેલી પાલિકા-પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી પંચ દ્વારા ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ સંસ્થાઓમાં ચૂંટણી લડતા ઉમેદવારો માટે નીચે મુજબ ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે.
ચા-કોફીથી લઈ ખુરશીના ખર્ચની ગણતરી કરાશે
ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર દ્વારા કાર્યકર્તાઓથી લઈ જાહેરસભામાં ચા-પાણી, નાસ્તો, પ્રચાર સામગ્રી, મંડપ સહિતનો ખર્ચ કરાતો હોય છે. જે અલગ અલગ વસ્તુઓના ભાવ નક્કી કરાયા છે. જેના ભાવ નીચે મુજબ છે. ડીજે પાર્ટીના ભાડાથી લઈ ટોપી, મફલરના ભાવ નક્કી કરાયા
ચૂંટણી પ્રચાર દરમિયાન ઉમેદવાર દ્વારા ડીજે પાર્ટી, વાહનોનો ઉપયોગ થતો હોય છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઉપયોગમાં લેવાતા ડીજે પાર્ટીના ભાડા, ટોપી, મફલર, ચોપાનિયા, બગી સહિતના ભાડા અને ખર્ચ નક્કી કરવામાં આવ્યા છે. ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ
Read Original Article →