રાજકોટ જિલ્લા પંચાયતના હોદેદારોની નિમણુંક:29માં પ્રમુખ તરીકે ધો.10 પાસ સંજય પીપળીયા, 8700 કરતા વધુ મતે વિજેતા બનેલા સામત બાંભવા ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદે નરશીભાઈ સોજીત્રાએ ચાર્જ સંભાળ્યો

Gujarat5/25/2026, 10:12:41 AM
રાજકોટ જિલ્લા પંચાયતના હોદેદારોની નિમણુંક:29માં પ્રમુખ તરીકે ધો.10 પાસ સંજય પીપળીયા, 8700 કરતા વધુ મતે વિજેતા બનેલા સામત બાંભવા ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન પદે નરશીભાઈ સોજીત્રાએ ચાર્જ સંભાળ્યો
• શાસકપક્ષના નેતા પારૂલબેન કણસાગરા અને દંડક તરીકે અમરશીભાઇ ચૌહાણની વરણી રાજકોટ જિલ્લા પંચાયતની 36 પૈકી 34 બેઠક પર પ્રથમ વખત ભાજપના ઉમેદવારો વિજેતા બનતા આજ રોજ પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી સમિતિના ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતાની નિમણુંક કરવામાં આવી છે જેમાં જિલ્લા પંચાયતના 29માં પ્રમુખ તરીકે સંજયભાઈ પીપળીયા, ઉપપ્રમુખ તરીકે સામતભાઈ બાંભવા, કારોબારી સમિતિના ચેરમેન તરીકે નરશીભાઈ સોજીત્રા, શાસક પક્ષના નેતા તરીકે પારૂલબેન કણસાગરા અને દંડક તરીકે અમરશીભાઇ ચૌહાણની નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ પીપળીયા કુવાડવા ગામના સરપંચ તરીકે છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે અને 20 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે તેઓએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો હોવાનું સામે આવ્યું છે અને આવતા દિવસોમાં આગામી અઢી વર્ષમાં પોતાના કાર્યકાળ દરમિયાન સરકારની વિવિધ યોજનાઓના લાભ આપી લોકોને શિક્ષણ, રોજગાર અને આરોગ્ય ક્ષેત્રે કોઈ કચાસ ન રહે તે માટે કામ કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ સંજયભાઈ પીપળીયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હું મારા પ્રદેશ ભાજપ પરિવાર અને સૌ આગેવાનોનો આભાર માનું છું જેમને મને આ જવાબદારી સોંપી છે. હું તેમને વિશ્વાસ પણ આપું છું કે આ જવાબદારી સુપેરે નિભાવીશ અને છેવાડાના માનવી સુધી પહોંચી સરકારની વીવીફહ યોજનાનો વધુમાં વધુ લોકો લાભ લે તે માટે પણ કામ કરવામાં આવશે. ખાસ તો હાલ રાજકોટ જિલ્લાની સ્થિતિ સારી જ છે પરંતુ હજુ સારી બનાવવા માટે રોડ રસ્તા લાઈટ ગટર પાણી ઉપરાંત રોજગાર, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં પણ વિશેષ ધ્યાન આપી આ દિશામાં ચોક્કસ કામો કરવામાં અવશે.. રાજકોટ જિલ્લા પંચાયતની કુવાડવા બેઠક પર ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાવવામાં આવ્યા હતા અને તેમાં સંજય પીપળીયાને ફોર્મ ભરાવવામાં આવ્યું હતું. પ્રથમ જાહેર કરેલ ઉમેદવાર યાદીમાં કુવાડવા બેઠક પર ઉમેદવાર જાહેરાત કરવામાં આવી ન હતી આ પછી સવારે દેવ કોરડિયાને ટિકિટ ફાળવવામાં આવી હતી જેઓ ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ પક્ષ દ્વારા તેમને કાપી કુવાડવા ગામના સરપંચ સંજય પીપળીયાને ટિકિટ ફાળવવામાં આવી હતી જેઓ વિજેતા બનતા આજે પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કોલીથડ બેઠકના વિજેતા ઉમેદવાર સામત બાંભવાને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે જેમને કોલીથડ બેઠક પરથી કુલ 11,619 મત મળ્યા હતા અને કુલ 8779 મતે તેમની જીત થઇ હતી. જંગી બહુમતી સાથે વિજેતા બનતા ભાજપ દવસરા તેમને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ બનાવી દેવામાં આવ્યા છે.
Read Original Article →