રાજકોટના રામદેવ ડાંગરને હથિયાર સપ્લાય કરનાર ઝડપાયો:SOGએ ભરત કુગશીયાની દેશી બનાવટની પિસ્તોલ અને 3 જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવી

Gujarat5/21/2026, 6:37:19 PM
રાજકોટના રામદેવ ડાંગરને હથિયાર સપ્લાય કરનાર ઝડપાયો:SOGએ ભરત કુગશીયાની દેશી બનાવટની પિસ્તોલ અને 3 જીવતા કાર્ટીસ સાથે ધરપકડ કરવામાં આવી
• આરોપી વિરુધ્ધ અગાઉ 8 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું આવ્યું સામે રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત 09.05.2026ના રોજ થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ તપાસ દરમિયાન આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર નામચીન ભરત કુગશીયાએ આપ્યા હોવાની કબૂલાત આપતા આજ રોજ શહેર SOG પોલીસ દ્વારા મોરબી રોડ પર ADB હોટલ નજીકથી તેને એક દેશી બનાવટની પિસ્તોલ અને 3 જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ, મારા મારી સહીત 8 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું અને બે વખત પાસા થઇ ચુકી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુઘી કુલ પાંચ આરોપીની ધરપકડ કરી ચાર ગેરકાયદે હથિયાર અને એક પરવાના વાળું મળી કુલ 5 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. અગાઉ ઝડપાયેલ બે હથિયાર રામદેવ ડાંગરને નામચીન ભરત કુગશીયાએ આપ્યાની કબૂલાત આપતા પોલીસે તેની આજરોજ ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં જેમકો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે શનિવારે સાંજે પૈસાની લેતી દેતીમાં થયેલી તકરાર બાદ બલી ડાંગરના સાગરીત રામદેવ ડાંગર ઉપર લાઇન બોય દિવ્યરાજસિંહ સરવૈયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જોકે તેમાં કોઈને ઈજા પહોંચી ન હતી અને ઘટના બાદ બંનેપક્ષોએ સમાધાન કરી લેતા ગાંધીગ્રામ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની ખૂનની કોશિશ, આર્મ્સ સેટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયાની ધરપકડ કરી તપાસ SOG પોલીસને સોંપવામાં આવી હતી. આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર તેના બે મિત્રો કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા (ઉ.વ.33) અને અજયસિંહ વનરાજસિંહ ચુડાસમા(ઉ.વ.32)ને આપ્યા હતા જેણે તુરંત અહીંથી હથિયાર લઈ જામનગર રોડ પર પરાસર પાર્ક પાસે પટ્ટમાં દાટી દીધા હતા જે હથિયાર અને જીવતા કાર્ટિઝ પોલીસે કબજે કર્યા હતા અને આ બંને આરોપીઓની ધરપકડ કરી આરોપીઓના રિમાન્ડ મેળવી તપાસ કરતા આરોપી કુલદીપસિંહ જાડેજાના ઘરમાંથી વધુ એક દેશી બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે અલગથી એક ગુનો નોંધી રૂપિયા 10,000નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ પોલીસે અગાઉ કબ્જે કરેલા બે ગેરકાયદે હથિયાર આરોપી રામદેવ ડાંગરને નામચીન ભરત કુગશીયાએ સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપતા પોલીસે સપ્લાયર ભરત કુંગશીયાની આજરોજ ધરપકડ કરી તેની પાસેથી એક દેશી બનાવટની પિસ્તોલ અને 3 જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડી કુલ 20,300નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા આરોપી ભરત ગેરકાયદે હથિયાર કોની પાસેથી કેટલા રૂપિયામાં લાવ્યો તે અંગે સઘન પૂછતાછ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત તેની પાસેથી વધુ હથિયાર છે કે કેમ તે અંગે પણ તપાસ રિમાન્ડ દરમિયાન હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કેસમાં પોલીસે આજ સુધી કુલ 5 આરોપીની ધરપકડ કરી 4 ગેરકાયદે હથિયાર અને એક પરવાના વાળું મળી કુલ 5 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. રાજકોટના જામનગર રોડ પર 09.05.2026 સાંજે 4.30 વાગ્યા આસપાસ ફાયરિંગની ઘટના બની હતી જેની જાણ ગાંધીગ્રામ પોલીસને રાત્રે મળતા સ્થળ પર જઈ તપાસ કરતા સીસીટીવી ફૂટેજ પરથી ફાયરિંગની ઘટના બની હોવાનું ફલિત થયું હતું. જેમાં દિવ્યરાજસિંહ સરવૈયા બલેનો કાર લઈ આવ્યો હતો અને કારમાંથી ઉતરી પોતાના પરવાનાવાળા હથિયારમાંથી સામેની તરફ ઊભેલા રામદેવ ડાંગર ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા તે વખતે સ્થળ પર હાજર અન્ય લોકો તેને સાઈડમાં લઇ જતા તેનો બચાવ થયો હતો. બીજી તરફ રામદેવે પણ પોતાની પાસે રહેલ દેશી પિસ્તોલ સામે તાકી હતી ઘટના બાદ બંનેપક્ષે સમાધાન થઈ ગયું હતું પરંતુ ગાંધીગ્રામ પોલીસે બનાવની ગંભીરતા દાખવી સરકાર તરફે ફરિયાદી બની બંને સામે હત્યાનો પ્રયાસ આર્મ્સ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. ગત 10.05.2026ના રોજ પોલીસે આરોપી દિવ્યરાજસિંહ મજબૂતસિંહ સરવૈયા (ઉ.વ.40) અને રામદેવ લક્ષ્મણભાઈ ડાંગર (ઉ.વ.44) ની ધરપકડ કરી લાઇસન્સવાળું હથિયાર બે ખાલી કાર્ટીસ બલેનો કાર અને રામદેવની ફોર્ચ્યુનર કાર અને ત્રણ મોબાઈલ સહિત રૂ.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પછી પોલીસે સઘન પૂછતાછ કરતા રામદેવ ડાંગરે પોતાની પાસે રહેલ દેશી પિસ્તોલ અને તેની ફોરચ્યુનર કારમાં પણ એક હથિયાર હોય જેથી તુરંત તેના મિત્ર કુલદીપ ઉર્ફે લાલાને જાણ કરી હતી બાદમાં કુલદીપસિંહ અને તેનો અન્ય મિત્ર અજયસિંહ અહીં આવ્યા હતા અને બંને હથિયાર લઈ જામનગર રોડ પર પરાસર પાર્ક ખુલ્લા પટમાં બંને હથિયાર અને કાર્ટિસ્ટ દાટી દીધા હતા જેથી પોલીસે બંને આરોપી કુલદીપસિંહ દશરથસિંહ જાડેજા અને અજયસિંહ વનરાજસિંહ ચુડાસમાને ઝડપી લઈ બંને હથિયાર અને સાત જીવતા કાર્ટીઝ કબજે કર્યા હતા.
Read Original Article →