પરિણીતા પર દુષ્કર્મ આચરી પુત્રી સાથે અડપલાં કર્યા:સિઝેરિયન કરાવ્યું ત્યાં પાટા માર્યા, દીકરીને આફ્રિકા વેચવા ધમકી આપી ધર્મ-પરિવર્તન કરવા દબાણ કરતો; રાજકોટનો હેવાન પોલીસકર્મી

Gujarat5/14/2026, 11:16:41 AM
પરિણીતા પર દુષ્કર્મ આચરી પુત્રી સાથે અડપલાં કર્યા:સિઝેરિયન કરાવ્યું ત્યાં પાટા માર્યા, દીકરીને આફ્રિકા વેચવા ધમકી આપી ધર્મ-પરિવર્તન કરવા દબાણ કરતો; રાજકોટનો હેવાન પોલીસકર્મી
રાજકોટ શહેરમાં થોડા સમય અગાઉ કોન્સ્ટેબલ અમિતસિંગ વિરુદ્ધ દૂષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આજે વધુ એક પોલીસ કર્મી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ નોંધાઈ છે. શહેરમાં ટ્રાફિક બ્રાંચના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ઈમરાન હબીબ રાઉમાએ દોઢ વર્ષ સુધી અનેક વખત બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરી મહિલાની પાંચ વર્ષની માસૂમ પુત્રી સાથે પણ અડપલા કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપી અવારનવાર ફરિયાદીને તેની પાંચ વર્ષની પુત્રીને આફ્રિકા વેચી દેવા ધમકી આપી ધર્મપરિવર્તન કરવા દબાણ કરતો હોવાનું સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સિઝેરિયન કરાવ્યું હતું ત્યાં બે પાટા માર્યા રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલા યુનિવર્સિટી રોડ વિસ્તારમાં રહેતી માતાને ત્યાં પુત્રી સાથે રોકાવા ગઈ હતી. જ્યાંથી એક દિવસ નજીકમાં દરજીની દુકાને બ્લાઉઝ સિવડાવવા માટે ગઈ હતી. જ્યાં આરોપીની બેઠક હોવાથી તે હાજર હતો અને તે પાડોશી હોવાથી તેને ઓળખતી હતી. આરોપી તે સમયે શહેર પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હતો. આ પછી એક દિવસ તેના ઘરે પિતા અને પુત્રી સુતા હતા. માતા ગામડે ગઈ હતી ત્યારે પાછળથી તે ટેઈલરની દુકાનેથી મોડી રાત્રે માતાના ઘરે ગઈ હતી. થોડીવારમાં જ પાછળ આરોપી આવ્યો હતો જે રૂમમાં સુતી હતી તે રૂમમાં આવી આરોપીએ તેને મોઢે હાથ મૂકી પેટના ભાગે સિઝેરિયન કરાવ્યુ હતું ત્યાં બે પાટા મારી દીધા હતા. ‘અમારા માણસો તારા પ્રાઇવેટ પાર્ટ ઉપર છરી મારી દેશે અને મારી નાખશે’ આ પછી તેને નિર્વસ્ત્ર કરી પોતાના ફોનમાં તેના નિર્વસ્ત્ર હાલતમાં ફોટો અને વીડિયો ઉતાર્યા બાદ શરીર સંબંધ બાંધ્યો હતો. સાથો-સાથ છરી બતાવી આ વાત કોઈને કરીશ તો વીડિયો અને ફોટા વાઇરલ કરી દઈશ તેમ કહી જતો રહ્યો હતો. જેનાથી ખૂબજ ડરી જતા તેણે આ વાત કોઈને કરી ન હતી. ત્યારપછી આરોપી અવારનવાર તેને કોલ કરી તેના વીડિયોના આધારે માનસિક ત્રાસ આપતો હતો અને આ વીડિયો તેના સાસરીયા પક્ષને મોકલવાની ધમકી આપતો હતો. પરિણામે ડરી જતા માતાના ઘરેથી પોતાના ઘરે જતી રહી હતી. તેનો પતિ કામ સબબ અવાર-નવાર બહારગામ જતો ત્યારે આરોપી મોકો શોધી તેના ઘરમાં ધૂસી ગળું પકડી મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધતો હતો. વારંવાર ધમકી આપતો હતો કે અમારા માણસો આવી તારા પ્રાઇવેટ પાર્ટ ઉપર છરી મારી દેશે અને મારી નાખશે. સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો આ ઉપરાંત તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી સાથે બળજબરી કરતો એ સમયે મારી પુત્રી 4 વર્ષની હતી તેને રમકડા દેખાડવાના બહાને તેની સાથે પણ અડપલા કર્યા હતા. જેના કારણે તેની પુત્રી તેનાથી એટલી ડરી ગઈ હતી કે તેની સાથે પણ રહેતી નહીં અને તેની પાસે પણ આવવા રાજી થતી નહોતી. આરોપી તેને દુનિયામાં એકલી કરી નાખવાની પણ ધમકી આપતો હતો. આ સ્થિતિમાં તેની પાસે આરોપી પાસે જવા સિવાય કોઈ રસ્તો રહ્યો ન હતો. આરોપી તેના મિત્ર સર્કલ, સગા વ્હાલાઓ અને પાડોશીઓને તેના વિશે ખૂબજ ખરાબ વાતો કરતો હતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો હતો. પુત્રીને આફ્રિકા વેચી નાખવાની વાત કરતો હતો ભોગ બનનાર પરિણીતાએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી તેની પુત્રીને આફ્રિકા વેચી નાખવાની વાતો કરતો હતો. તે રડે તો કહેતો કે, તારા નાટક બંધ કરી દે. આ ઉપરાંત વારંવાર ધર્મ પરિવર્તન કરવા માટે પણ દબાણ કરતો હતો. વારંવાર કહેતો કે તારી જેવી 21 છોકરીઓ હજુ મારે ફસાવવાની છે. એક વખત વી.વી.આઈ.પી. બંદોબસ્તમાં સાસણ ખાતે ગયો હતો. જયાં તેને બળજબરીથી બોલાવી હતી અને એક રીસોર્ટમાં રૂમ બુક કરાવ્યો હતો જયાં તેને ખૂબજ માર માર્યો હતો અને ધર્મ પરિવર્તન કરાવવા અને તાવીજ પહેરાવવાની પણ કોશિષ કરી હતી. ત્યાં પણ તેની સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યું હતું. ઘરે આવીને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો ફોટા-વીડિયો વાઇરલ કરવાની પણ ધમકી આપતો હતો. જયાં સુધી તેને જવાબ ન આપે, પ્રેમથી વાત ન કરે ત્યાં સુધી તેને મુકતો નહીં. તેના માતા-પિતાને ફરિયાદ કરતા ધ્યાન આપ્યુ ન હતું. તેને પોલીસની વર્ધી પહેરાવીને ગંદી હરકત પણ કરી હતી. અવાર-નવાર છરી બતાવી મારી નાખવાની ધમકી આપતો હતો. છેલ્લે ગઈ 13 માર્ચના રોજ આરોપીએ તેના ઘરે આવી તેની સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. તે વખતે તેની બહેનપણી પણ ઘરે હાજર હતી. અત્યાર સુધી ડરીને ફરિયાદ કરતી નહોતી, પરંતું પતિએ હિંમત આપતા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Original Article →