NEET પેપર લીકના તાર રાજસ્થાનથી ગુજરાત સાથે જોડાયાનો આક્ષેપ:રાજકોટ કલેકટર કચેરીએ પ્રદેશ NSUI નું પેપર ફોડનારા સામે સામે કડક કાર્યવાહી, NTA ના જવાબદાર અધિકારીઓના રાજીનામાની માંગ
દેશમાં ધોરણ 12 સાયન્સના 22 લાખ જેટલા વિદ્યાર્થીઓએ મેડિકલમાં પ્રવેશ માટેની NEET ની પરીક્ષા આપી હતી. જોકે રાજસ્થાનથી આ પેપર લીક થતા હવે ફરીથી પરીક્ષા લેવામાં આવનાર છે ત્યારે આ મામલે આજે રાજકોટ કલેકટર કચેરી ખાતે પ્રદેશ NSUI ના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા અને પેપર લીક માટે જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગણી કરી હતી તો સાથે જ આ સમગ્ર પેપર લીકની ઘટનાના તાર રાજસ્થાનથી ગુજરાતના ગોધરા અને પંચમહાલ સાથે જોડાયેલા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન કલેકટર ડૉ. ઓમ પ્રકાશની ગેરહાજરીમાં ઇન્ચાર્જ એડિશનલ કલેક્ટર મૂછાળને આવેદન આપવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ ગુજરાત NSUI ગુજરાત પ્રદેશ NSUI ઉપપ્રમુખ યશ સુમરાએ જણાવ્યુ હતુ કે, મેડિકલમાં પ્રવેશ માટેની મહત્વપૂર્ણ NEET (નેશનલ એલોજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) નું પેપર લીક થયું તે ખૂબ જ ગંભીર બાબત છે. કારણકે વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરતા હોય છે અને વાલીઓ પણ સંતાનોના સુરક્ષિત ભવિષ્ય માટે મહેનત કરતા હોય છે. જોકે આ મહેનત નિષ્ફળ રહી છે. ગુજરાત સરકાર પેપર લીક નું ખોટું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. જેથી રાજકોટ કલેકટર કચેરી ખાતે અમારી રજૂઆત છે કે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આવનારા દિવસોમાં આવી પેપર લીકની એક પણ ઘટનાઓ ન બને. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજસ્થાનમાં પેપર લીક થયું તેના છેડા ગુજરાતના ગોધરા અને પંચમહાલ સુધી જોડાયેલા છે. જેથી અમે કલેકટરને આવેદન આપવા આવ્યા છીએ. પેપર લીક માટે જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે અને નેશનલ ટેસ્ટિંગ એજન્સીમાં રહેલા કોઈ અધિકારીની ભૂલ હોય તો તેમનું તાત્કાલિક રાજીનામું લેવામાં આવે. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલાં લેવામાં આવે તેવી અમારી માંગણી છે. ધોરણ 12 સાયન્સ બાદ મેડિકલમાં પ્રવેશ માટેની 3 મે ના લેવામાં આવેલી NEET પરીક્ષાના બે દિવસ પહેલા (1 મે) એક હાથથી લખાયેલું પેપર વાયરલ થયું હતુ. વાયરલ પેપરના 300 માંથી 140 પ્રશ્નો અસલી NEET 2026 પેપર સાથે બેઠા મળી આવ્યા હતા. આ મામલે રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) આ મામલે તપાસ કરી રહ્યું છે અને સીકર, ઝુંઝુનુ અને દહેરાદૂનમાંથી શંકાસ્પદોને અટકાયતમાં લેવામાં આવેલા છે. જોકે અગાઉ NTA એ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આવી અફવાઓ પર વિશ્વાસ ન કરવા ચેતવણી આપી હતી. આ વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનું વાતાવરણ છે અને ફરી એક વખત તપાસની માંગ ઉઠી છે.
Read Original Article →