રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રના 125 માં સમાધિદિનની ઉજવણી થઈ:રાકેશભાઈજીએ કહ્યુ - મહેલોમાં રહેતા રાજાઓને કશું ખબર ન પડતી, તેમના દર્પણની ખૂબીઓ વજીર વર્ણવતા: CM નો જવાબ -તમે આપેલા અરીસા સામે અમે ઊભા રહીશું

Gujarat4/5/2026, 9:47:37 AM
રાજકોટમાં શ્રીમદ્ રાજચંદ્રના 125 માં સમાધિદિનની ઉજવણી થઈ:રાકેશભાઈજીએ કહ્યુ - મહેલોમાં રહેતા રાજાઓને કશું ખબર ન પડતી, તેમના દર્પણની ખૂબીઓ વજીર વર્ણવતા: CM નો જવાબ -તમે આપેલા અરીસા સામે અમે ઊભા રહીશું
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે 5 એપ્રિલે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે આધ્યાત્મમૂર્તિ શ્રીમદ રાજચંદ્રના 125 માં સમાધિદિનની ઉજવણી પ્રસંગે આવી પહોંચ્યા હતા. પરમ કૃપાળુદેવ પરમ પ્રયાણના આ પર્વ દરમિયાન ધરમપુરના શ્રીમદ રાજચંદ્ર મિશનના આચાર્ય રાકેશ ભાઈજીએ વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે, રાજાઓ મહેલમાં હોવાથી તેઓને ગ્રાસ રૂટનું કશું ખબર ન હોય. રાજાની આજ્ઞાથી વજીર દર્પણ લઈને ગામમાં ગયા. લોકોને ભેગા કરી દર્પણની ખૂબીઓ સમજાવી અને કહ્યું કે રાજાની ભલામણ છે કે આનો ઉપયોગ કરજો. તમારું દુઃખ દૂર કરજો અને સુખી થજો. જેનો જવાબ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, તમે જે અરીસો આપ્યો છે તેની સામે અમે ઊભા રહીશું અને અમારું મુખ જોઈશું. જેમાં જાડુ પડ લાગશે તો તમને કાપી આપવાનું કહીશું. જેથી સરખું દેખાય. મુખ્યમંત્રીએ શ્રીમદ્ રાજચંદ્રજીને શ્રદ્ધાંજલિ આપીને શ્રદ્ધાભાવ વ્યક્ત કર્યો હતો. આ તકે તેમણે શ્રીમદ્ રાજચંદ્રજી રચિત પદો પર તૈયાર કરાયેલા ‘સુખધામ અનંત’ નામના નવા સંગીત આલ્બમનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે ઉપસ્થિતોને સંબોધતા કહ્યું હતું કે, શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા આધ્યાત્મિક ગ્રંથ ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર’ના સંદેશને જીવનમાં ઉતારીને આત્મકલ્યાણના માર્ગે આગળ વધવું જોઈએ. આ જ્ઞાનના દ્રઢિકરણ માટે નિયમિત રીતે સત્સંગમાં જવાનો સંદેશ પણ તેમણે આપ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્રજીએ આપેલા જ્ઞાન અને સંદેશને અનુસરવાથી વ્યક્તિનું પોતાનું જીવન તો બદલાશે જ પરંતુ તેની સાથે અન્યોને પણ પ્રેરણા મળશે. તેમણે સંસ્થાના સંદેશનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, પરમ પ્રયાણ પર્વ એ પરમ કૃપાળુદેવની પરમ અદભુત આત્મદશાનું સ્મરણ કરીને આત્મ કલ્યાણના માર્ગે અગ્રેસર થવાનો અપૂર્વ અવસર છે. તેમણે આ પર્વને સ્મરણ નહીં પણ આત્મમંથન, સાધના અને આધ્યાત્મિક ઉન્નતિનો અવસર ગણાવ્યો હતો. આ સાથે કહ્યું હતું કે, વ્યવહાર જીવન જીવતા જીવતાં પણ પરમ કૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્રજીએ આત્મસિદ્ધિ શાસ્ત્રને અનુસરવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું હતું કે, ગૂઢ આધ્યાત્મિક જ્ઞાનને સમજવામાં માનવીની શક્તિ ઓછી પડતી હોય છે ત્યારે વધુમાં વધુ સત્સંગમાં જઈને જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. તેનાથી આત્મસાક્ષાત્કારના માર્ગમાં પ્રગતિ થતી રહે છે. આમ સત્સંગ, જ્ઞાન શ્રવણ અને આત્મજ્ઞાની મહાપુરુષોના સંગને તેમણે આધ્યાત્મિક પ્રગતિ માટે મહત્વના ગણાવ્યા હતા. આ તકે તેમણે શ્રીમદ્ રાજચંદ્ર મિશન-ધરમપુરના સ્થાપક આચાર્ય રાકેશભાઈજી, રાજકોટના રામકૃષ્ણ મિશનના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી તથા બી.એ.પી.એસ. સંસ્થાના પ્રમુખ અપૂર્વમુનિ સ્વામીનુ સન્માન કર્યું હતુ.
Read Original Article →