સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારે સુધરશે?:20 કરોડની દવાની ખરીદીનાં વિવાદ બાદ ટેન્ડરો ખોલવાનું શરૂ, ગેરરીતિની આશંકા

Gujarat5/13/2026, 2:02:51 PM
સિવિલ હોસ્પિટલનું તંત્ર ક્યારે સુધરશે?:20 કરોડની દવાની ખરીદીનાં વિવાદ બાદ ટેન્ડરો ખોલવાનું શરૂ, ગેરરીતિની આશંકા
સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા 'બારોબાર દવા ખરીદી'ના વિવાદ બાદ હવે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. અગાઉ રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં રૂ. 20 કરોડની દવાઓની સીધી ખરીદીમાં ગેરરીતિની આશંકા ઉભી થતા તપાસ સમિતિ નિમવામાં આવી હતી. આ વિવાદને પગલે હવે દવાઓ, ઇન્જેક્શન અને લેબોરેટરી કીટ માટે પારદર્શક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લેવાયો છે. ચૂંટણી આચારસંહિતા બાદ પ્રક્રિયામાં વેગ મહાપાલિકાની ચૂંટણી અને આચારસંહિતાને કારણે અટકેલી ટેન્ડર પ્રક્રિયા હવે વેગ પકડી રહી છે. હોસ્પિટલ પ્રશાસન દ્વારા હાલમાં લેબોરેટરી વિભાગના અંદાજે રૂ. 2 કરોડની કિંમતના ટેન્ડરો ખોલવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં કુલ 52 એજન્સીઓએ ભાગ લીધો હતો, જેમાંથી પ્રથમ તબક્કે જરૂરિયાત મુજબ 7 થી 8 એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અધિકારીઓની ગુપ્તતાને લીધે શંકાની સોય એક તરફ પારદર્શિતાના દાવા થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ સિવિલના જવાબદાર અધિકારીઓ આ મામલે વિગતો આપવાનું ટાળી રહ્યા છે. મીડિયા દ્વારા જ્યારે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડીયા અને મીડિયા કો-ઓર્ડિનેટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો, ત્યારે સંતોષકારક જવાબ મળ્યો નહોતો. અધિકારીઓની આ આનાકાનીને કારણે નવી ટેન્ડર પ્રક્રિયાની પારદર્શિતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. દર્દીઓને શું ફાયદો થશે? દવાઓની અછત દૂર થશે. એટલું જ નહીં નવી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતા આગામી દિવસોમાં ઓપરેશન થિયેટર, જનરલ વોર્ડ અને ઇમરજન્સી સેવાઓ માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ થશે. હોસ્પિટલમાં જ પૂરતો સ્ટોક રહેવાથી દર્દીઓને બહારથી મોંઘી દવાઓ ખરીદવી નહીં પડે. બારોબાર ખરીદીના વિવાદો પર રોક લાગશે તેવી આશા છે.
Read Original Article →