ક્ષતિ ન હોય તો હસ્તક્ષેપ થઈ શકે નહી:રાજકોટમાં ચેક રીટર્ન કેસનો ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ યથાવત રાખી આરોપીની નિર્દોષ ઠરાવી છોડી મુકવાની અપીલ નામંજુર કરતી સેશન્સ અદાલત
મિત્રતાના સબંધના દાવે ફરીયાદી પ્રફુલભાઈ પંડયા પાસેથી આરોપી રમેશ પંચાલે લીધેલ રૂ.9,15,000 પરત કરવા માટે આપેલા ચેક રીટર્ન કેસ ચાલી જતા ટ્રાયલ કોર્ટે આરોપીને દોઢ વર્ષની સજા અને ચેકની રકમ એક માસમાં ફરીયાદીને ચુકવવા અને તેમા કસુર કર્યે વધુ છ માસની સજાનો ફરમાવેલ હુકમ અપીલના માઘ્યમથી સેશન્સ કોર્ટમાં પડકારતા અપીલ ચાલી જતા ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ કાયમ રાખી આરોપી રમેશ પંચાલની અપીલ નામંજુર કરતો હુકમ રાજકોટના એડિશનલ સેશન્સ જજ દ્વારા ફરમાવવામાં આવ્યો છે. આરોપીને નિર્દોષ છોડી મુકવા અપીલ દાખલ કરવામાં આવી હતી કેસની હકીકત જોઈએ તો, રાજકોટના ગુરુદેવ પાર્કમાં રહેતા ફરીયાદી પ્રફુલ પ્રેમશંકર પંડયાએ મોરબી રોડ પર જકાત નાકા પાસે શીવ વીહાર સોસાયટીમાં રહેતા આરોપી રમેશ વાઘાભાઈ પંચાલ વીરૂધ્ધ રાજકોટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરી હતી કે આરોપી તથા ફરીયાદી મિત્રો હોય આરોપીને રૂ.9,15,000ની જરૂર પડતા ફરીયાદીએ સબંધના દાવે આપેલ રકમ પરત કરવા આરોપીએ આપેલ ચેક રીટર્ન થતા દાખલ કરેલ કેસ ચાલી જતા આરોપીને દોઢ વર્ષની સજા અને ચેકની રકમ એક માસમાં વળતર પેટે ફરીયાદીને ચુકવી આપવા અને તેમા કસુર કર્યે વધુ છ માસની સજાનો ફરમાવેલ હુકમ આરોપીએ અપીલના માધ્યમથી સેશન્સ અદાલતમાં પડકારી ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ રદ કરવા અને આરોપીને નિર્દોષ છોડી મુકવા અપીલ દાખલ કરવામાં આવી હતી. અપીલ ચાલવા પર આવતા ફરીયાદી તરફે એડવોકેટ સુરેશ ફળદુ મારફત રજુઆત કરવામાં આવી હતી કે, ટ્રાયલ કોર્ટે ફરમાવેલ સજાનો હુકમ પુરાવાનુ યોગ્ય મુલ્યાંકન કરી ફરમાવેલ હુકમમાં કાયદાની કે હકીકતની કોઈ ભુલ કે ક્ષતિ રહી જવા પામેલ ન હોય, ટ્રાયલ કોર્ટમાં ફરીયાદીએ કાયદાકીય જોગવાઈ મુજબ પોતાનો કેસ પુરવાર કરતા બોજો આરોપી ઉપર સીફટ થયેલ જે બોજાનું મજબુત પુરાવાઓથી આરોપી ખંડન કરી શકેલ ન હોય, એટલુ જ પુરતુ ન હોય આરોપી તરફથી માત્ર ડીનાઈલ સ્વરૂપનો લીધેલ બચાવ કાયદા મુજબ ટકવાપાત્ર નથી, આરોપીએ ફરીયાદી પાસેથી લીધેલ રકમ પરત કરી આપેલ હોય તેવો કોઈ પુરાવો રેકર્ડ પર આવેલ નથી અને ફરીયાદી પાસે રહેલ ચેકમાં આરોપીની સહી નહી હોવાનો કે આરોપીનો ચેક ફરીયાદીના કબ્જામાં કઈ રીતે આવેલનો કોઈ ખુલાસો રેકર્ડ પર આરોપી લાવી શકેલ ન હોય ત્યારે કાયદા મુબજનું અનુમાન ફરીયાદીની તરફેણમાં કરવુ જોઈએ. ટ્રાયલ કોર્ટે ફરમાવેલ સજાનો હુકમ યોગ્ય હોય તેમા હસ્તક્ષેપ કરી શકાય તેવી કોઈ હકીકતો આરોપી રેકર્ડ પર બતાવી શકેલ ન હોય તેથી ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ કાયમ રાખી આરોપીની નિર્દોષ છોડી મુકવાની અપીલ નામંજુર કરવી જોઈએ. બંને પક્ષેની રજુઆતો, રેકર્ડ પરનો પુરાવો લક્ષે લેતા આરોપી દ્વારા લીધેલ બચાવ કે ચેક ફરીયાદીને નહી પરંતુ રાજેન્દ્રસિંહ વાઘેલાને આપેલ તેવુ આરોપી પુરવાર કરી શકેલ નથી તેમજ ચેક મા સહીનો આરોપીનો ઈન્કાર નથી તેમજ આરોપીના બચાવ સબંધેની હકીકતો બેંકને લખી આપેલ હોય કે તે સબંધે કાર્યવાહી કરેલ હોય તેવુ જણાય આવતુ નથી, સમગ્ર ટ્રાયલ દરમીયાન ચેક માંહેની સહી વીવાદીત નહી હોવાથી કાનુની અનુમાન વીરૂધ્ધનો કોઈ પુરાવો આરોપી રેકર્ડ પર લાવી શકેલ નથી માત્ર ડીનાઈલ સ્વરૂપનો બચાવ પુરતો નથી ત્યારે ટ્રાયલ કોર્ટ દ્વારા આપવામાં આવેલ કારણો સાથે કોર્ટ સહમત હોય ચુકાદામાં હસ્તક્ષેપ કરવો વ્યાજબી જણાય આવતુ ન હોવાનું માની ટ્રાયલ કોર્ટનો સજાનો હુકમ કાયમ રાખી આરોપીની નિર્દોષ ઠરાવી છોડી મુકવા માટેની અપીલ નામંજુર કરતો હુકમ ફરમાવવામાં આવ્યો છે.
Read Original Article →