19 લાખ કોર્ટમાં જમા કરાવી જયેન્દ્રભાઈએ જામીન મેળવ્યા:28 કરોડના CGST કૌભાંડમાં ઈગલ મોટર્સ પ્રા.લી. ના સહમાલિક મનીષ બવારિયાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી

Gujarat5/28/2026, 10:20:33 AM
19 લાખ કોર્ટમાં જમા કરાવી જયેન્દ્રભાઈએ જામીન મેળવ્યા:28 કરોડના CGST કૌભાંડમાં ઈગલ મોટર્સ પ્રા.લી. ના સહમાલિક મનીષ બવારિયાની રેગ્યુલર જામીન અરજી કોર્ટે ફગાવી
વર્ષ 2015થી ઈગલ મોટર્સ પ્રા.લી. પાસેથી વેટ અને CGSTની 28 કરોડની લેણી રકમ ન ભરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં ગત તારીખ 02.05.2026ના રોજ બે આરોપીઓને ઝડપી પાડી જેલહવાલે કરવામાં આવ્યા હતા દરમિયાન સહ માલિક મનિષભાઈ રસીકભાઈ બવારીયાની રેગ્યુલર જામીન અરજી રાજકોટના અધિક સેશન્સ જજ સી.જે. પટેલ મેડમે નામંજુર કરી છે. ઉલ્લેખનીય છે કે જયેન્દ્રભાઈ બવારીયાએ જામીન અરજી રજુ કરી રજુઆત કરી હતી કે તેઓ વર્ષ 2011માં ડિરેકટર પદેથી નિવૃત થઈ ગયા છે અને વર્ષ 2011 સુધી સરકારની લેણી રકમ રૂ.19 લાખ થતી હતી જે રકમ જયેન્દ્રભાઈએ કોર્ટમાં જમા કરાવી જામીન મેળવ્યા હતા. આરોપીઓએ વર્ષ 2005માં ઈગલ મોટર્સ પ્રા.લી. નામની પેઢી ઉભી કરી ફોર્ડ મોટર્સની કાર અને એસેસરીઝના રીસેલનો ધંધો શરૂ કર્યો છે. આ ધંધા દરમ્યાન વેટ અને CGSTની કરોડો રૂપિયાની લેણી રકમ ભર્યા વિના આરોપીઓએ પેઢી બંધ કરી ફડચામાં જવા દીધી હતી. વર્ષ 2015થી આ પેઢીના ડિરેકટરોને વેટ અને CGSTએ નોટીસો આપી હતી. વર્ષ 2025 સુધી નોટીસને ગણકાર્યા વિના પેઢીના કૌટુંબિક ડિરેકટરોએ કોઈ જ રકમ ન ભરતા રાજય વેરા અધિકારીએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં ફરીયાદ નોંધાવી હતી. દરમિયાન મનિષભાઈ બવારીયા અને જયેન્દ્રભાઈ બવારીયાની ધરપકડ કરવામાં આવી હતી. જયેન્દ્રભાઈ બવારીયાએ જામીન અરજી રજુ કરી રજુઆત કરી હતી કે તેઓ વર્ષ 2011માં ડિરેકટર પદેથી નિવૃત થઈ ગયા છે અને વર્ષ 2011 સુધી સરકારની લેણી રકમ રૂ.19 લાખ થતી હતી જે રકમ જયેન્દ્રભાઈએ કોર્ટમાં જમા કરાવી જામીન મેળવ્યા હતા. આ મુજબ મનિષભાઈ રસીકભાઈ બવારીયાએ પણ ફક્ત રૂ.19 લાખ જમા કરાવી જામીન માંગતા જણાવ્યું હતુ કે હાલની ફરીયાદને સમય મર્યાદાનો બાધ નડે છે. વધુમાં, વર્ષ 2020માં ઉચ્ચ અધિકારીનો આદેશ હોવા છતા હાલની ફરીયાદ વર્ષ 2025માં રજુ થયેલ છે જેથી તેમને જામીન મળવા જોઈએ. સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, ફક્ત ૩ વર્ષથી ઓછી સજાના ગુન્હામાં જ કોર્ટને કોગ્નીઝન્સ લેવા સામે બાધ છે. હાલના કેસમાં હજુ સુધી કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજુ થયું નથી તેથી કોર્ટ સમક્ષ કોગ્નીઝન્સ લેવાનો કોઈ પ્રસંગ ઉપસ્થિત થયો નથી. આ કારણે આરોપીઓ સામેની તપાસ પુર્ણ ન થાય ત્યાં સુધી આરોપીઓ સામે ફક્ત 3 વર્ષ સુધીની સજાનો જ ગુન્હો બને છે કે વધુ સજાવાળો ગુન્હો બને છે તે કહી શકાય નહી. આ કારણે સમય મર્યાદાનો બાધ હાલના તબકકે કોઈપણ પ્રકારે લાગુ પડતો નથી. વધુમાં રજુઆત કરવામાં આવી હતી કે કોર્ટમાં લેખીત ફરીયાદ દાખલ કરવા માટે જ ઉપરી અધિકારીની મંજુરી જરૂરી છે. હાલના કેસમાં પોલીસ તપાસ ચાલુ હોવાથી રજુ થયેલ ફરીયાદ પોલીસ હકુમત પ્રકારની છે તે પણ તપાસનો વિષય છે તેથી હાલના કેસમાં ઉપરી અધિકારીની કોઈ મંજુરી જરૂરી નથી. આ ઉપરાંત આરોપી મનિષ બવારીયાની વર્તણુક જોતા તેઓએ આપેલ ચેક રીટર્ન થયેલ છે. આ સમયે તેઓ સ્વતંત્રપણે વહીવટી અને નાણાંકીય વ્યવહારો કરતા હતા. પેઢીના સમગ્ર નાણાંકીય સ્ત્રોતો તેમના એકલાની વ્યવસ્થામાં હોવા છતા અનિચ્છાએ 19 લાખની મામુલી રકમ જમા કરાવી 28 કરોડની લેણી રકમના કેસમાં રેગ્યુલર જામીન માંગવામાં આવ્યા છે. આ વર્તણુક બતાવે છે કે આરોપીનો ઈરાદો સરકારની મોટી લેણી રકમ ડુબાડવાનો હતો. સરકાર તરફેની આ તમામ દલીલોના અંતે અધિક સેશન્સ જજ સી.જે. પટેલ મેડમે આરોપી મનિષભાઈ રસીકભાઈ બવારીયાની રેગ્યુલર જામીન અરજી રદ કરી છે. ઇગલ ટ્રાવેલ્સના સહમાલિકો સામે ટેક્ષ ચોરીની ફરિયાદ ઈગલ મોટર્સ પ્રા. લી. નામની કંપનીની સ્થાપના વર્ષ 2005માં રસિકભાઈ બાવરીયા (ગોળવાળા), મનિષભાઈ રસિકભાઈ બાવરીયા, જયેન્દ્ર રસિકભાઈ બાવરીયા, દિનેશભાઈ રસિકભાઈ બાવરીયા અને કંચનબેન રસિકભાઈ બાવરીયા દ્વારા કરવામાં આવી હતી. સ્થાપનાના બે વર્ષ બાદથી કંપનીએ રાજ્ય વેરા અને કેન્દ્રીય વેચાણ વેરાની રકમો સરકારમાં જમા કરાવવાનું બંધ કરી દીધું હતું. વર્ષ 2015 સુધીમાં આ રકમ રૂ. 28 કરોડ સુધી પહોંચી ગઈ હતી. આટલો મોટો વાણિજ્ય વેપાર હોવા છતાં કંપની ફડચામાં ગઈ હતી. વર્ષ 2015 અને 2019માં રાજ્ય વેરા કમિશનરે રિકવરીની નોટિસો આપી હતી, તેમ છતાં આરોપીઓએ આ રકમ સરકારમાં જમા ન કરાવતા તેમની સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
Read Original Article →