જંગલેશ્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું મોત:દારૂ ભરેલી કાર લઈને ભાગેલા બુટલેગરે બે બાઈક સવારને હડફેટે લીધા, એકનું મોત

Gujarat4/6/2026, 2:25:40 PM
જંગલેશ્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું મોત:દારૂ ભરેલી કાર લઈને ભાગેલા બુટલેગરે બે બાઈક સવારને હડફેટે લીધા, એકનું મોત
સરધાર નજીક આવેલા લોધિડા ગામે રહેતાં દિનેશભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ.49) નામના આધેડ આજે બપોરે પોતાનું બાઈક લઈ વાડીએ જતાં હતાં ત્યારે સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે બાઈકને હડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક દિનેશભાઈને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં પરંતુ અહિં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સરધાર તરફથી પુરપાટ ઝડપે આવતી કારમાં દારૂનો જથ્થો ભરેલો હતો અને પોલીસ તેનો પીછો કરતી હોવાથી કાર ચાલકે પુરપાટ ઝડપે ચલાવી બે બાઈક સવારોને હડફેટે લીધા હતાં. અગાઉ ગઢડીયા ગામ નજીક એક બાઈક સવારને હડફેટે લીધા બાદ લોધિડા નજીક દિનેશભાઈને હડફેટે લેતાં તેમનું મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજીડેમ પોલીસે દારૂ ભરેલી કારના ચાલકને ઝડપી કારની તલાસી લેતાં તેમાંથી 100 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને કાર કબજે કરી કાર ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. જંગલેશ્વરમાં ગુડ્ઝ લિફટમાં ફસાઈ જતાં ધો.8ના વિદ્યાર્થીનું મોત સામાકાંઠે દૂધની ડેરી પાસે ગામેતી હોલ નજીક શેરી નં.1માં રહેતો રહેમાન હનીફભાઈ નગરીયા (ઉ.વ.14) નામનો સગીર આજે સવારે 11 વાગ્યાના આસપાસ જંગલેશ્વર વિસ્તારમાં આવેલા ગોકુલનગર શેરી નં.3માં બફ વર્કસ નામના કારખાને હતો ત્યારે ચાલુ લીફટમાં ફસાઈ જતાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ભક્તિનગર પોલીસને જાણ કરતાં પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક રહેમાન બે ભાઈમાં નાનો અને ધો.8માં અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે તે જંગલેશ્વરમાં ગોકુલનગરમાં આવેલા કાકા નાસીરભાઈના કારખાને આંટો મારવા ગયો ત્યારે અકસ્માતે ગુડઝ લીફટમાં ફસાઈ જતાં તેનું મોત નિપજ્યું હતું. રૂ.6.50 લાખના ચેક રિટર્ન કેસમાં કીચનવેર ધંધાર્થી હર્ષિત સોજીત્રા જેલ હવાલે રાજકોટના વેરાવળ-શાપર ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ફરીયાદી જેનીસભાઈ વિજયભાઈ રાદડીયા, ‘આર.ડી. એન્ટરપ્રાઈઝ’ના નામથી કિચનવેરની વસ્તુઓ બનાવવાનો ધંધો કરે છે. આરોપી હર્ષિતભાઈ એમ. સોજીત્રા ‘ગજાનન એચ.એમ.એન્ટરપ્રાઈઝના નામથી ધંધો કરે છે. ફરીયાદી પાસેથી આ કામના આરોપીએ કિચનવેરના માલની ખરીદી કરી હતી જેનું બાકી નીકળતું પેમેન્ટ રૂ.6,53,984 ચુકવવા માટે આરોપીએ પોતાની પેઢીના બે ચેક આપ્યા હતા. બન્ને ચેક રિટર્ન ફરિયાદ કોર્ટમાં થઈ હતી જેમાં કોર્ટે આરોપી હર્ષિત સોજીત્રાને 1 વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ 60 દિવસમાં ન ચુકવે તો વધુ 1 વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જે સજાના હુકમ સામે આરોપીએ રાજકોટ સેશન્સ કોટમાં અપીલ દાખલ કરી હતી જે અપીલમાં પણ આરોપી સામે થયેલ સજાનો હુકમ કોર્ટે યથાવત રાખતા હર્ષિદભાઈ સોજીત્રાને સજા ભોગવવા જેલ હવાલે કર્યો છે. આ કેસમાં મુળ ફરીયાદી તરફે વકીલ આર.સી.ફળદુ, અજય કે. જાધવ, ચાર્મી કે. પંડયા રોકાયા હતા.
Read Original Article →