કોંગ્રેસ પર આક્ષેપ કરનાર ભાજપમાં જ પરિવારવાદ..!:રાજકોટમાં સેન્સમાં જ પૂર્વ MLA ગોવિંદ પટેલ સહિત કેટલાક નેતાએ દીકરા-પત્ની માટે ટિકિટ માગી
ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ ઉપર પરિવારવાદના આક્ષેપ કરવામાં આવતા હોય છે આ બધા વચ્ચે ભાજપમાં પણ ક્યાંક પરિવાર વાદ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવેલી સેન્સમાં પરિવારવાદ જોવા મળ્યો હતો અને આજે ઉમેદવારોની જાહેરાત થાય તે પહેલા અંતિમ ક્ષણ સુધી ભલામણો કરવામાં આવી રહી છે. જેમાં મોટા નેતાઓ દ્વારા પણ પોતાના પરિવારમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી રહી છે. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને લાખાભાઇ સાગઠીયા દ્વારા તેમના દીકરા માટે ટિકિટની માંગણી કરવામાં આવી છે. ક્યા નેતાની ભલામણ માન્ય ગણી પરિવારવાદને કેટલું મહત્વ આપશે?
આ ઉપરાંત રાજકોટ મનપાના પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા દ્વારા તેમના પુત્ર માટે ટિકિટ માંગણી કરવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટર વિનુભાઈ ઘવા, બાબુભાઇ મકવાણા, નીતિન રામાણી, હરિભાઈ ડાંગર, પોપટભાઈ ટોળીયાએ પોતાના સંતાનો માટે ટિકિટની માંગણી કરી છે. જયારે પૂર્વ કોર્પોરેટર ડો. અલ્પેશ મોરઝરિયા અને જીતુ કાટોળીયાએ તેમના પત્ની માટે ટિકિટની માંગણી કરવામાં આવી છે. જોકે, હવે પ્રદેશ મવડી મંડળ ક્યા નેતાની ભલામણ માન્ય ગણી પરિવારવાદને કેટલું મહત્વ આપશે? તે તો ઉમેદવારોની જાહેરાત બાદ જ જાણી શકાશે પરંતુ, હાલમાં ભાજપના આંતરિક વર્તુળોમાં જ પરિવારવાદ થતો હોવાનો ગણગણાટ રાજકોટ શહેર ભાજપમાં ચાલી રહ્યો છે. કુલ 1010 દાવેદારોએ દાવેદારી નોંધાવી
રાજકોટ શહેર ભાજપ દ્વારા લેવામાં આવેલી સેન્સ પ્રક્રિયામાં પ્રથમ દિવસે 656 બાદ બીજા દિવસે 354 મળી કુલ 1010 કાર્યકર્તાઓએ દાવેદારી નોંધાવી હતી
Read Original Article →