સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ રાજકોટ આવશે:AIIMS ખાતેની પ્રથમ બેચના પદવીદાન સમારોહમાં હાજરી આપશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ હાજર રહેશે
સોમવારે રાષ્ટ્રપતિજી દ્રૌપદી મુર્મુ રાજકોટમાં આવી રહ્યા છે. તેઓ ગુજરાતની સૌપ્રથમ એઇમ્સમાં યોજાનાર પ્રથમ પદવીદાન સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ બપોરે 3 કલાકે રાજકોટ હીરાસર એરપોર્ટ પર આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફત સીધા એઇમ્સ પહોંચશે. આ ઉપરાંત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ હાજર રહેશે. 50 વિધાર્થીઓને એમ.બી.બી.એસ સ્નાતક ડિગ્રી અપાશે, જેમાંથી 10ને ગોલ્ડ મેડલ મળશે. 25 ફેબ્રુઆરી 2024ના રાજકોટ એઇમ્સનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રેસકોર્સમાં આવતીકાલથી 17 એપ્રિલ ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’ યોજાશે, વર્લ્ડ રેકોર્ડ યજ્ઞનું આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા રેસકોર્સ મેદાન ખાતે તા. 11 થી 17 એપ્રિલ 2026 દરમિયાન ‘માનવ ઉત્કર્ષ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના પ્રારંભ પૂર્વે આજે બપોરે 3:00 વાગ્યે BAPS મંદિરથી રેસકોર્સ સુધી ભવ્ય પોથી યાત્રા નીકળી હતી. જેમાં 2,500થી વધુ મહિલાઓ અને યુવતીઓ પરંપરાગત વેશભૂષામાં જોડાઇ હતી. મુખ્ય આકર્ષણ તરીકે આંતરરાષ્ટ્રીય મોટિવેશનલ વક્તા અપૂર્વમુનિ સ્વામી સતત 6 દિવસ સુધી હૃદયસ્પર્શી પ્રવચનો આપશે. આ ઉપરાંત, 3 થી 13 વર્ષના બાળકો દ્વારા દરરોજ પારિવારિક શાંતિ યજ્ઞ યોજાશે, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ છે. મહોત્સવના અંતિમ દિવસે 17 એપ્રિલે વિરાટ મહિલાદિન અંતર્ગત ‘લક્ષ્મણરેખા’ વિષય પર વિશેષ કાર્યક્રમ યોજાશે. આ મહોત્સવ માટે 4 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અદ્યતન વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. જેમાં 50,000 ખુરશીઓ, 1,000 સોફા, 40 ફૂટની વિશાળ LED સ્ક્રીન અને 135 ફૂટ પહોળા બે કલાત્મક પ્રવેશદ્વાર તૈયાર કરાયા છે. મેદાનમાં 25 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની પ્રતિમા અને 7 સનાતન મંદિરોની પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. ધાર્મિક મહોત્સવમાં સૌપ્રથમ આધ્યાત્મિક સંદેશાઓ માટે AI ટેકનોલોજી, ડિજિટલ વિઝયુઅલ્સનો ઉપયોગ કરવામાં આવશે. કોઠારી બ્રહ્મતીર્થ સ્વામી તથા સંત મંડળે તમામ ધર્મપ્રેમી જનતાને દિવ્ય મહોત્સવમાં પધારવા અપીલ કરી છે.
Read Original Article →