સિટી એન્કર:રેલવેનું રક્ષાકવચ : રાજકોટ RPFએ 1 વર્ષમાં 352 મુસાફરની 39 લાખની મત્તા પરત કરી, 27 ગુમ ભૂલકાંને પરિવારને સોંપ્યા

Gujarat4/6/2026, 12:34:39 AM
સિટી એન્કર:રેલવેનું રક્ષાકવચ : રાજકોટ RPFએ 1 વર્ષમાં 352 મુસાફરની 39 લાખની મત્તા પરત કરી, 27 ગુમ ભૂલકાંને પરિવારને સોંપ્યા
રેલવેમાં મુસાફરી કરતી વખતે જ્યારે કિંમતી સામાન ખોવાઈ જાય અથવા ભીડમાં નાનકડું બાળક વિખૂટું પડી જાય, ત્યારે મુસાફર પર શું વીતતી હોય છે તે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. આવી કટોકટીની પળોમાં રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ ‘ખાખી’ની સખ્તાઈની સાથે માનવતાનો એવો ચહેરો રજૂ કર્યો છે જે મિસાલ બની ગયો છે. નાણાકીય વર્ષ 2025-26 (01 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026) દરમિયાન રાજકોટ RPF એ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નથી જાળવી, પણ ‘સેવા હી સંકલ્પ’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કર્યો છે. રાજકોટ RPFએ 1 વર્ષમાં 352 મુસાફરની રૂ.39 લાખની ‘અમાનત’ પરત કરી, ખોવાયેલા 27 ભૂલકાંને શોધી પરિવારને સોંપ્યા છે. મુસાફરી દરમિયાન ઉતાવળ કે ભૂલથી છૂટી ગયેલા સામાનને સુરક્ષિત રીતે તેના માલિક સુધી પહોંચાડવા માટે RPF એ ‘ઓપરેશન અમાનત’ ચલાવ્યું હતું. આ અંતર્ગત 352 મુસાફરને તેમનો અંદાજે રૂ.38,98,484 ની કિંમતનો સામાન (જેમાં લેપટોપ, મોબાઈલ, દાગીના અને રોકડનો સમાવેશ થાય છે) સહી-સલામત પરત સોંપવામાં આવ્યો છે. આ સિદ્ધિએ રેલવે પ્રશાસન પ્રત્યે લોકોનો વિશ્વાસ બેવડાવ્યો છે. RPFની સૌથી સંવેદનશીલ કામગીરી ‘ઓપરેશન નન્હે ફરિશ્તે’ હેઠળ જોવા મળી. સ્ટેશન કે ટ્રેનમાં પોતાના પરિવારથી વિખૂટા પડી ગયેલા 27 બાળકોને શોધીને કાઉન્સેલિંગ કરી તેમને સુરક્ષિત રીતે પરિવાર સાથે મિલાવ્યા હતા. તેવી જ રીતે ‘ઓપરેશન ડિગ્નિટી’ હેઠળ 12 અન્ય વ્યક્તિઓને પણ તેમના સ્વજનો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. RPFની એક વર્ષની કામગીરી પર નજર: ચેઈન પુલિંગના 446 કેસ નોંધ્યા
Read Original Article →