નિવૃત્ત બેંક કર્મચારીનો કાઉન્સેલિંગ અને કલમનો સંગમ:નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ : લોકોને શાંતિથી સાંભળી ‘મનનો ભાર’ હળવો કરવાનું કાર્ય

Gujarat4/6/2026, 12:31:25 AM
નિવૃત્ત બેંક કર્મચારીનો કાઉન્સેલિંગ અને કલમનો સંગમ:નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ : લોકોને શાંતિથી સાંભળી ‘મનનો ભાર’ હળવો કરવાનું કાર્ય
કોરોનાના કપરા કાળમાં સમગ્ર વિશ્વ જાણે થંભી ગયું હતું. આ સમય માત્ર શારીરિક બીમારીનો જ નહોતો, પરંતુ તેણે અનેક પરિવારોની આર્થિક અને માનસિક કમર તોડી નાખી હતી. આવા કટોકટીના સમયે લોકોના મનમાં આશાનો સંચાર કરવા માટે નિવૃત્ત બેંક કર્મચારી કમલેશ પંડ્યાએ નિવૃત્તિના સમયમાં મનોવૈજ્ઞાનિક પરામર્શ એટલે કે કાઉન્સેલિંગનો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો. જરૂરિયાતમંદ લોકોને પૂરતો સમય આપી, તેમની વાતોને ધ્યાનપૂર્વક સાંભળીને તેમની માનસિક સ્થિતિનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવામાં આવ્યું. આ કાર્યમાં માત્ર વાતો જ નહીં, પરંતુ ભાવાત્મક અને આધ્યાત્મિક અભિગમ પણ અપનાવવામાં આવ્યો. આ નિઃશુલ્ક સેવા માત્ર કોરોનાકાળ પૂરતી મર્યાદિત ન રહેતા ત્યારબાદ પણ ચાલુ રહી. આજે સમાજમાં અનેક પ્રશ્નો વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યા છે જેમાં વિદ્યાર્થીઓમાં પરીક્ષાનું દબાણ, અભ્યાસમાં નિષ્ફળતાનો ડર, પરિવારોમાં વધતી જતી સ્વાર્થવૃત્તિ અને મોબાઈલ કે અન્ય વ્યસનોને કારણે પતિ-પત્ની અને બાળકો વચ્ચે વધતું જતું અંતર એક ગંભીર સમસ્યા બની ગઈ છે. લોકો પાસે સમય હોવા છતાં તેઓ પોતાની જાત સાથે સમય વિતાવતા નથી. સોશિયલ મીડિયાના અતિરેકને કારણે માનવી અંદરથી એકલો પડી રહ્યો છે. આ તકે વધુમાં જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં તો લોકો “જીવનમાં હવે કોઈ રસ રહ્યો નથી’ તેવી ફરિયાદ સાથે આવે છે. આવા સમયે તેમને સર્જનાત્મક કાર્યો, સંગીત, વાંચન અને જીવનશૈલીમાં હકારાત્મક ફેરફાર લાવવાની પ્રેરણા આપવામાં આવે છે. મેડિકલ સાયન્સ પણ હવે સ્વીકારે છે કે મોટાભાગના શારીરિક રોગ ‘સાઇકોસોમેટિક’ એટલે કે માનસિક તણાવથી ઉદભવેલા હોય છે. અનેક સમસ્યાઓમાં કાઉન્સેલિંગ કરાયું કિસ્સો-1 વડીલ સાસુને માથાનો દુખાવો અને એસિડિટી રહેતા જેનું મુખ્ય કારણ પુત્રવધૂ સાથેનો વિખવાદ હતો. આ તકે યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. આ કિસ્સામાં સાસુ, પતિ, પુત્ર અને પુત્રવધૂ દરેકને અલગ-અલગ કાઉન્સેલિંગ કર્યું હતું. કિસ્સો-2 સતત બે વખત આપઘાતના પ્રયત્નો કરી ચૂકેલા ઉચ્ચ અભ્યાસ કરતાં વિદ્યાર્થીને એકધારા અઠવાડિયામાં ત્રણ વખત પોઝિટિવ થેરાપી આપી અને એક વર્ષમાં સંપૂર્ણ સ્વસ્થ થઇ ગયા. આવા કિસ્સામાં આર્ટ ઓફ લિવિંગનો ખૂબ ધીરજપૂર્વક ઉપયોગ કરવો પડે છે.
Read Original Article →