સૌરાષ્ટ્ર-કચ્છના 56 લાખ ગ્રાહકો ઉનાળામાં વિજ કાપથી પરેશાન:ચોમાસામાં લાઇટ ન જાય તે માટે PGVCLનું માસ મેઇન્ટેનન્સ, દૈનિક 3000 પરિવારોને ત્યાં અડધો દિવસ વિજળી ગૂલ
સૌરાષ્ટ્ર-કચ્છના 56.92 લાખ ગ્રાહક પરિવારને વીજ પુરવઠો પૂરો પાડતા રાજકોટ PGVCL દ્વારા હાલ ઉનાળામાં કાળઝાળ ગરમીમાં વિજ કાપ મૂકવામાં આવી રહ્યો છે. જેનું કારણ એ છે કે પ્રિ મોન્સૂનની કામગીરીના ભાગરૂપે માસ મેઈન્ટેનન્સ થઈ રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 9501 ફીડર છે. જેમાંથી અત્યાર સુધીમાં 9061 ફીડરનું મેઈન્ટેનન્સ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે 5% કામગીરી જ બાકી છે પરંતુ વિજ કાપને કારણે લોકો અસહ્ય ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે. ગત ફેબ્રુઆરીથી દરરોજ 1 ફીડર રિપેર કરતા તેની હેઠળના અંદાજે 3000 ગ્રાહકો દરરોજ અડધો દિવસ વિજ વિહોણા રહેતા હોવાનું સામે આવ્યુ છે. માસ મેઇન્ટેનન્સની કામગીરી ચાલુ છે: કેતન જોશી
રાજકોટ PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે તમામ ટ્રાન્સફોર્મરો, ફીડરો અને જે જગ્યાએ વીજ કનેક્શન છે ત્યાં વિજ પોલથી માંડીને કેબલ ચોમાસામાં ડેમેજ ન થાય અને ગ્રાહકોને ગુણવત્તા યુક્ત વીજળી મળી રહે તે માટે માસ મેઇન્ટેનન્સની કામગીરી ચાલુ છે. ગુણવત્તા યુક્ત વીજળી મળે તે માટેનો અમારો પ્રયાસ
સૌપ્રથમ અમે ફીડરો અને ટ્રાન્સફોર્મરોની ચકાસણી કરી તેને સર્વિસ કરવામાં આવે છે. આગામી 31 મે સુધીમાં 100% મેઈન્ટેનન્સ થઈ જશે. ચોમાસામાં થોડા વરસાદ અને વાવાઝોડાને લીધે લાઇટ ન જાય અને ગુણવત્તા યુક્ત વીજળી મળે તે માટેનો અમારો પ્રયાસ છે. હાલ અમારું સૌથી વધુ પ્રાધાન્ય રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. જેથી ઉદ્યોગકારોને તકલીફ ન પડે અને પીજીવીસીએલના ગ્રાહકો છે તેઓને પણ તકલીફ ન પડે તે માટે ચોમાસા પૂર્વે માસ મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ કરશું. સહકાર આપવા ગ્રાહકોને વિનંતી
તેમણે અંતમાં જણાવ્યું કે, હાલ ઉનાળાની સીઝનમાં ક્યાંક ને ક્યાંક વીજ કાપ જોવા મળશે. સવારે 6 થી બપોરે 10 અથવા તો વધુમાં વધુ 11 વાગ્યા સુધી જ વિજ કાપ રાખવાની સુચના આપવામાં આવી છે. મેન્ટેનન્સના કારણે પ્લાન ડાઉન થાય તેમાં સહકાર આપવા માટે ગ્રાહકોને વિનંતી છે. જેથી આગામી સમય આપી શકીએ. સબ ડિવિઝનમાં 92 ફીડર છે
શહેર વિભાગીય કચેરી-2 હેઠળના HT-2 સબ ડિવિઝનના ડેપ્યુટી એન્જિનિયર આર.જે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ સબ ડિવિઝનમાં 92 ફીડર છે. દરરોજ એક ફીડરનું મેઈન્ટેનન્સ કરવાનું હોવાથી જેના મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી છે. ફેબ્રુઆરી મહિનાથી શરૂ થયેલી આ કામગીરી 10 જૂન સુધી ચાલશે. જે માટે વિજ કાપ લેવામાં આવે છે. કઈ રીતે પ્રિ મોન્સૂન મેન્ટેનન્સની કામગીરી થાય છે?
Read Original Article →