3 દિવસ બાદ પેટ્રોલ-ડીઝલમાં ફરી 44 પૈસાનો ભાવવધારો ઝીંકાયો:રાજકોટમાં પેટ્રોલના 98.57 તો ડીઝલના 94.43 રૂપિયા, સૌરાષ્ટ્રના આર્થિક પાટનગરમાં ઉદ્યોગો-ટ્રાન્સપોર્ટર્સ ચિંતિત
સૌરાષ્ટ્રના હાર્દ સમાન રાજકોટ શહેર અને જિલ્લાના નાગરિકો પર મોંઘવારીનો વધુ એક મોટો આર્થિક બોજ ઝીંકાયો છે. ત્રણ દિવસના ટૂંકા વિરામ બાદ આજે સરકારી તેલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર પ્રતિ લિટર 44 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ જેવા ધમધમતા વેપારી હબમાં આ નવા ભાવવધારાને પગલે સામાન્ય વાહનચાલકો, નોકરિયાતો અને ખાસ કરીને અહીંના ટ્રાન્સપોર્ટ તથા એન્જિનિયરિંગ ઉદ્યોગોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે 10 દિવસમાં 5 રૂપિયા જેટલો ધરખમ ભાવવધારો પેટ્રોલ અને ડીઝલમાં કરવામાં આવ્યો છે. રાજકોટમાં પેટ્રોલના 98.57 તો ડીઝલના 94.43 રૂપિયા ભાવ થયા છે. રાજકોટમાં પેટ્રોલનો ભાવ ₹98.57એ પહોંચ્યો
આજે કરાયેલા 44 પૈસાના ભાવવધારા સાથે જ રાજકોટના પેટ્રોલ પંપો પર પેટ્રોલની કિંમત હવે પ્રતિ લિટર ₹98.57ની સપાટીએ પહોંચી ગઈ છે. જયારે HPના પેટ્રોલ પંપ પર આ ભાવ 99 રૂપિયાને પાર કરી 99.05 પહોંચી ગયો છે આ જ રીતે ડીઝલનો ભાવ 94.43 પહોંચ્યો છે અને HPના પંપ પર ડીઝલનો ભાવ 94.99 રૂપિયા પહોંચ્યો છે. આમ છેલ્લા 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારા સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં 10 દિવસમાં કુલ 5 રૂપિયાનો વધારો મુકવામાં આવ્યો છે. માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં જ પેટ્રોલમાં કુલ રૂપિયા 5.01નો તોતિંગ વધારો ઝીંકાઈ ચૂક્યો છે, જેને પગલે રોજિંદી અવરજવર કરતા નોકરિયાત વર્ગ, નાના વેપારીઓ અને કોલેજના વિદ્યાર્થીઓમાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટના બજારમાં ઇંધણની આજની સ્થિતિ ડીઝલમાં ભડકો, રાજકોટમાં નવો ભાવ પ્રતિ લિટર ₹94.43
રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું મુખ્ય કમર્શિયલ અને લોજિસ્ટિક્સ હબ ગણાય છે. આજે ડીઝલના ભાવમાં પણ 44 પૈસાનો વધારો થતાં રાજકોટમાં નવો ભાવ પ્રતિ લિટર ₹94.43 એ પહોંચી ગયો છે. છેલ્લા 10 દિવસમાં ડીઝલના ભાવમાં કુલ ₹5.19 નો મોટો વધારો થયો છે. આ કમરતોડ વધારાને કારણે રાજકોટના શાપર-વેરાવળ, મેટોડા GIDC અને આજી જીઆઈડીસીના નાના-મોટા ઉદ્યોગપતિઓ ચિંતામાં મુકાયા છે, કારણ કે કારખાનાઓમાં જનરેટર અને મશીનરી ચલાવવાનો ખર્ચ વધી જશે. શાકભાજી-કરિયાણું મોંઘું થવાની આશંકા
રાજકોટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સત્રોના જણાવ્યા મુજબ, ડીઝલ મોંઘું થતાં માલસામાનની હેરફેરનો ખર્ચ (ભાડું) વધશે. આની સીધી અસર આગામી દિવસોમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવતા શાકભાજી, અનાજ, કઠોળ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પડશે, જેનાથી છૂટક બજારમાં મોંઘવારી વધુ ભડકશે.
Read Original Article →