મુસાફરોનો એક કલાક જેટલો સમય બચશે:સૌરાષ્ટ્ર જતી ટ્રેનને બાયપાસ કરવા ગેરતપુર-સાણંદ-સાબરમતી રૂટ પર ચોથી લાઇન નખાશે
વટવા-સાબરમતી વચ્ચે અમદાવાદ શહેરને બાયપાસ કરતી ચોથી રેલવે લાઇનનું કામ બે તબક્કામાં શરૂ કરાયું છે. લગભગ 1275 કરોડના ખર્ચે તૈયાર થનારી આ 59 કિમીની નવી લાઇનથી ટ્રેનોના રૂટમાં 12 કિમીનો ઘટાડો થતા મુસાફરોનો એક કલાક જેટલો સમય બચશે. વડોદરા તરફથી આવી સૌરાષ્ટ્ર જતી ટ્રેનોને અમદાવાદ લાવવી પડે છે. સ્ટેશન પર આવતી ટ્રેનોને ઘણીવાર આઉટર પર 15થી 20 મિનિટ વેઇટિંગમાં ઊભી રાખવી પડે છે. નવી લાઇન શરૂ થતા ટ્રેનો ગેરતપુરથી સીધી સાણંદ નીકળી જશે, જેથી કાલુપુરમાં ભારણ ઘટશે. નવી લાઇનથી ટ્રેનના રૂટમાં 12 કિમીનો ઘટાડો
પેસેન્જરોની ભીડ અને ટ્રેનોના ટ્રાફિકને કારણે કાલુપુર સ્ટેશન પર પ્લેટફોર્મ ક્લિયરન્સ મેળવવામાં ટ્રેનોને આઉટર પર લાંબો સમય ઊભી રાખવી પડે છે. નવી બાયપાસ લાઇન શરૂ થતા ટ્રેનોને કાલુપુર લાવ્યા વગર સીધી જ પસાર કરી દેવાશે, જેના પરિણામે ટ્રેનોના રૂટમાં 12 કિમીના અંતરનો ઘટાડો થશે. આ ફેરફારથી સ્ટેશન પરના ટ્રાફિક વેઇટિંગ અને વધારાના કિલોમીટર ઘટતા મુસાફરી સમયમાં 45થી 60 મિનિટની સીધી બચત થશે. મુસાફરો સાબરમતી કે સરખેજથી ટ્રેન પકડી શકશે 59 કિમીની બાયપાસ લાઇનનું કામ બે તબક્કામાં થશે
Read Original Article →