ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મિનીબા વાળા AAPમાં જોડાયા:ઈસુદાન ગઢવીએ કહ્યું કે, મહિલાઓને દર મહિને રૂ. 1000ની યોજનાથી પદ્મિનીબા પ્રેરિત થયા
લોકસભા ચૂંટણી સમયે ક્ષત્રિય આંદોલનનો ચહેરો બનેલા રાજકોટના પદ્મિનીબા વાળાએ આજે 7 એપ્રિલે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પદ્મીનીબા વાળાને ખેસ પહેરાવી તેમનો વિધિવત આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કરાવ્યો છે. આ સમયે ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, સરકારની તાનાશાહીનો ભોગ બનેલા જેટલા પણ લોકો છે એ તમામને હું આમ આદમી પાર્ટીમાં આવકારું છું. ખાસ આજે પદ્મીનીબા વાળા જોડાયા છે અમારી સાથે તેઓ પંજાબમાં આમ આદમીની સરકાર દ્વારા દર મહિને મહિલાઓના ખાતામાં જે રૂપિયા 1000 આપવામાં આવી રહ્યા છે તેનાથી પ્રેરિત થઇ આમ આદમી પાર્ટીમાં જોડાવવા નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકસભા ચૂંટણી પહેલા પદ્મિનીબા વાળાએ ભાજપના પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાના હસ્તે ભાજપનો ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેઓ ક્ષત્રિય આંદોલનમાં સક્રિય બની ભાજપનો વિરોધ કરતા જોવા મળ્યા હતાં. ત્યારબાદ આજે તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં વિધિવત પ્રવેશ કર્યો છે. 'બીજી પાર્ટી માત્ર વાતો કરે છે આમ આદમી પાર્ટી કામ કરે છે'
પદ્મિનીબા વાળાએ જણાવ્યું હતું કે, આમઆદમી પાર્ટી સામાન્ય લોકોની પાર્ટી છે. તેમના કાર્યોથી પ્રભાવિત થઇ અમે પતિ પત્ની બન્ને આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ. હું ખાલી ક્ષત્રિય આંદોલન સમયથી જ લોકો વચ્ચે આવી એવું નથી હું છેલ્લા 15 વર્ષથી સમાજની બહેનો દીકરીઓ માટે સતત કામ કરતી આવી છું આગળ પણ બહેનો દીકરીઓ માટે હું કામ કરતી જ રહીશ. બીજી પાર્ટી માત્ર વાતો કરે છે આમ આદમી પાર્ટી કામ કરે છે એટલે હું એનાથી પ્રેરિત થઈને જોડાઈ છું. મહિલાઓને દર મહિને રૂ. 1000ની યોજનાથી પ્રેરિત થઈને AAP પાર્ટીમાં જોડાયા
ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી ગુજરાતમાં ગુજરાતણ જનતાની ઉમીદ બની ગઈ છે. ગુજરાતના 7 કરોડ લોકો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ઉમીદ જોઈ રહ્યા છે. સામાજિક અને રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીની કામ કરવાની શૈલી જોઈ તેની વિચારધારા સાથે સહમત બની પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ક્ષત્રિય સમાજના આંદોલનમાં મહિલાઓ અને સમાજનો અવાજ બનેલા અને ભાજપ સામે આંદોલનમાં સક્રિય રહેલા રાજકોટના બેન પદ્મિનીબા વાળા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. પંજાબ સરકારની યોજના છે જેમાં દરેક મહિલાઓને દર મહિને રૂ, 1000 આપવામાં આવે છે તેનાથી પ્રેરિત થઇ તેઓ આજે અમારી સાથે પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે. પદ્મિનીબા વાળા કોણ છે અને ક્યારથી રાજકારણમાં સક્રિય છે ?
2 વર્ષ પહેલાં ક્ષત્રિય સમાજ વિશે પુરુષોત્તમ રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં ક્ષત્રિય સમાજના આંદોલન અને રુપાલાનો વિરોદ્ધ કરનાર જાડેજાની દીકરીનો ચહેરો સામે આવ્યો હતો. જેનું નામ પદ્મિનીબા વાળા હતું. પદ્મિનીબા વાળા જાડેજાનાં દીકરી છે અને તેમના પતિનું નામ ગિરિરાજસિંહ વાળા છે. તેમનું મૂળ વતન ગધેથડ નજીક આવેલું તણસવા ગામ છે. પતિ ગિરિરાજસિંહ વાળા બિઝનેસમેન છે. સંતાનમાં બે દીકરા છે, જેમનું નામ સત્યજિતસિંહ વાળા અને પૂર્વરાજસિંહ વાળા છે. એક દીકરાએ ધોરણ 12 બોર્ડની પરીક્ષા તાજેતરમાં પૂર્ણ કરી છે અને નાનો દીકરો ધોરણ 4માં અભ્યાસ કરે છે. પદ્મિનીબા વાળા ફેબ્રુઆરી 2024માં રાજકોટ શહેર કમલમ ખાતે પ્રદેશ ભાજપ-ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી કેસરિયો ધારણ કર્યો હતો. તેઓ રાજ શક્તિ મહિલા મંડળ રાજકોટનાં 10 વર્ષથી અધ્યક્ષ છે તેમજ ગુજરાત રાજપૂત મહિલા કરણીસેનાના અધ્યક્ષ તરીકે છેલ્લાં 5 વર્ષથી ફરજ બજાવી રહ્યાં છે. જ્યારે આજે 7 એપ્રિલે તેને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે આ પણ વાંચો પદ્મિનીબા વાળા 2024માં ભાજપ જોડાયા હતા પદ્મિનીબા વાળા તાજેતરમાં ફેબ્રુઆરી 2024માં રાજકોટ શહેર કમલમ ખાતે પ્રદેશ ભાજપ-ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાની હાજરીમાં ભાજપનો ખેસ પહેરી કેસરિયો ધારણ કર્યો હતો.(વાંચો સંપૂર્ણ સમાચાર) પદ્મિનીબા વાળા ગોંડલ હનીટ્રેપ કેસ વિવાદમાં ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને અન્ય 3 એમ કુલ 5 લોકો સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. ગોંડલના જેતપુર રોડ પર રહેતા 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલિયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગોંડલમાં હનીટ્રેપ કેસમાં પોલીસે પદ્મિનીબા વાળા સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર)
Read Original Article →