સિટી એન્કર:હવે ધોરણ 1 અને 2માં રિઝલ્ટ નહીં, ‘હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’ અપાશે; માર્ક્સ નહીં પણ બાળકની આદતો અને આવડત લખાશે
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં હવે બાલવાટિકાથી ધોરણ 2 સુધી પરંપરાગત ‘લાલ-લીલી પેન’ વાળા રિઝલ્ટ ભૂતકાળ બનશે. શિક્ષણ વિભાગ દ્વારા અમલી કરાયેલ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC) એ માત્ર ગુણ પત્રક નથી, પરંતુ બાળકના વ્યક્તિત્વનો અરીસો છે. નવી શિક્ષણ નીતિ (NEP) મુજબ તૈયાર કરાયેલું આ કાર્ડ બાળકના 360-ડિગ્રી મૂલ્યાંકન પર આધારિત છે. જેમાં માર્ક્સ નહીં પણ બાળકની આદતો અને આવડત લખાશે. આ કાર્ડની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેમાં બાળકને ‘ફેલ’ કરવામાં આવતું નથી. તેમાં બાળકની પ્રગતિના વિવિધ સ્તરો દર્શાવવામાં આવે છે. જો કોઈ બાળક કોઈ ચોક્કસ બાબતમાં પાછળ હોય, તો તેને ક્યા પ્રકારના પ્રોત્સાહનની જરૂર છે, તેની વિગતવાર નોંધ શિક્ષક દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી વાલીઓ માત્ર ટકાવારી જોઈને બાળકની હોશિયારી નક્કી કરતા હતા, પરંતુ હવે આ કાર્ડ દ્વારા વાલીઓ જાણી શકશે કે તેમનું બાળક કઈ બાબતમાં કુદરતી રીતે જ પાવરધું છે. GCERTના આદેશ મુજબ, શાળાઓમાં હવે D1થી D4ના જૂના પત્રકોના બદલે આ ‘બહુપરિમાણીય’ કાર્ડ જ બાળકની ઓળખ બનશે. જૂની માર્કશીટ એ માત્ર ‘ગઈકાલ’ (બાળકે કેટલું યાદ રાખ્યું)નો હિસાબ હતી, જ્યારે આ નવું હોલિસ્ટિક કાર્ડ એ બાળકની ‘આવતીકાલ’ (તેમાં કેવી ક્ષમતાઓ છે) નો રોડમેપ છે. વાલીઓએ હવે માર્ક્સની પાછળ દોડવાને બદલે બાળકની રુચિ અને તે કેવી રીતે શીખે છે (લર્નિંગ પ્રોસેસ) તેના પર ધ્યાન આપવાનું રહેશે. શું છે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ (HPC)?
‘હોલિસ્ટિક’ એટલે કે ‘સર્વાંગી’ અત્યાર સુધી બાળક ગણિત કે ભાષામાં કેટલા માર્ક્સ લાવ્યું તેના પર જ ભાર મુકાતો હતો, પરંતુ HPCમાં બાળકનો શારીરિક વિકાસ, તેની સામાજિક આદાન-પ્રદાનની ક્ષમતા અને તેની શીખવાની પ્રક્રિયાને પ્રાધાન્ય આપવામાં આવે છે. આ કાર્ડમાં શિક્ષક ઉપરાંત ક્યારેક બાળક પોતે અને તેના સહપાઠીઓ પણ પ્રતિભાવ આપે તેવી જોગવાઈ છે. કાર્ડમાં બાળકની કઈ બાબતોનો ઉલ્લેખ હશે 1. વ્યક્તિગત અને સામાજિક ગુણો: 2. કૌશલ્ય આધારિત પ્રગતિ (Skills):
Read Original Article →