મંડે પોઝિટીવ:રાજકોટમાં હવે એક જ છત નીચે 22 સ્પેશિયાલિટી અને 6 સુપર સ્પેશિયાલિટી સાથે ગરીબ પરિવારને મળશે ‘મોંઘી’ સારવાર મફત

Gujarat4/13/2026, 12:29:29 AM
મંડે પોઝિટીવ:રાજકોટમાં હવે એક જ છત નીચે 22 સ્પેશિયાલિટી અને 6 સુપર સ્પેશિયાલિટી સાથે ગરીબ પરિવારને મળશે ‘મોંઘી’ સારવાર મફત
સૌરાષ્ટ્રવાસીઓ માટે મેડિકલ હબ બની રહેલી AIIMS રાજકોટે સેવાના તમામ વિક્રમો તોડ્યા છે. અત્યાર સુધીમાં 8.57 લાખથી વધુ દર્દીઓએ અહીં ભરોસો મૂક્યો છે. ખાસ વાત એ છે કે, ઇમર્જન્સીમાં આવતા દર્દીઓને પ્રથમ 24 કલાક સુધી તદ્દન મફત સારવાર આપીને સંસ્થાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 2020થી શરૂ થયેલી આ સફર હવે દર મહિને 180 જેટલી જટિલ સર્જરીઓ સુધી પહોંચી છે. ઓપરેશનમાં ‘ડબલ’ ઉછાળો: 2024માં 861થી વધીને 2025માં 1927 શસ્ત્રક્રિયાઓ થઈ AIIMSમાં સર્જિકલ વિભાગે ગજબની ઝડપ પકડી છે. 2024માં જ્યાં 861 સર્જરી થઈ હતી, ત્યાં 2025માં આ આંકડો સીધો 1927 પર પહોંચ્યો છે. વર્ષ 2026ના ફેબ્રુઆરી સુધીમાં જ 360 ઓપરેશન પાર પાડી દેવાયા છે. અત્યાધુનિક મોડ્યુલર ઓપરેશન થિયેટર અને લાઈફ સપોર્ટ સિસ્ટમ ધરાવતા ICUને કારણે હવે જટિલ ન્યુરોસર્જરી અને યુરોલોજીના ઓપરેશન પણ અહીં શક્ય બન્યા છે. MBBS બેઠકો વધીને 75 થઈ, કુલ 274 વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાઈ રહ્યું છે માત્ર સારવાર જ નહીં, પણ તબીબી શિક્ષણમાં પણ રાજકોટ AIIMS કાઠું કાઢી રહી છે. શૈક્ષણિક વર્ષ 2025-2026થી MBBSની બેઠકો 50થી વધારીને 75 કરવામાં આવી છે. હાલમાં સંસ્થામાં 5 બેચના 274 અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જેમને 81 જેટલા અનુભવી ફેકલ્ટી સભ્યો દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ડિજિટલ હેલ્થ: સી-ડેક દ્વારા ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ સિસ્ટમ અમલી ટેક્નોલોજીના મામલે પણ AIIMS સજ્જ છે. સી-ડેક (C-DAC) દ્વારા અહીં મજબૂત ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડ સિસ્ટમ તૈયાર કરાઈ છે, જેનાથી દર્દીના જૂના રિપોર્ટ્સ અને ટ્રીટમેન્ટ હિસ્ટ્રી માત્ર એક ક્લિક પર ઉપલબ્ધ બને છે. આ ઉપરાંત આધુનિક 3 ટેસ્લા MRI અને સિટી સ્કેન જેવી સુવિધાઓથી નિદાન સચોટ બન્યું છે. આટલી સુવિધા AIIMSની ભવ્ય સિદ્ધિઓ પર એક નજર સેવા અને સુવિધા આંકડાકીય વિગત
Read Original Article →