તંત્ર નિંદ્રાધીન:BAPSનું કાલાવડ રોડ વચ્ચેનું દબાણ હટાવવામાં મનપા નિષ્ફળ

Gujarat5/13/2026, 12:00:00 AM
કાલાવડ રોડ પર બીએપીએસ સંસ્થાએ રોડની વચ્ચે જ પ્રતિકૃતિ મૂકી છે જેને કારણે પસાર થતા અનેક વાહનચાલકો ટ્રાફિકમાં ફસાય છે. આ દબાણ હટાવવાનો આદેશ હોવા છતાં મનપા કાર્યવાહી ન કરતા કોંગ્રેસના આગેવાનોએ આંદોલનની ચીમકી આપી છે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સંજય લાખાણી અને કૃષ્ણદત્ત રાવલે જણાવ્યું છે કે, કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર સામે ટીપી રોડની વચ્ચોવચ કોઈપણ મંજૂરી વિના ગેરકાયદે સ્મારક ખડકી દેવામાં આવ્યું છે. આ દબાણથી આસપાસના 5થી 10000 નાગરિકોને ટ્રાફિકની ભારે હાલાકી પડી રહી છે. જાહેર માર્ગો પરના ધાર્મિક દબાણો હટાવવા સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટનો કડક આદેશ છે. સરકારી દસ્તાવેજો મુજબ, કલેક્ટરે ગત તા.6-09-2024ના અને સિટી એન્જિનિયરે તા.11-11-2024ના આ કૃતિ દૂર કરવા સ્પષ્ટ લેખિત આદેશ આપ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે દબાણ હટાવવા માટે તંત્ર દ્વારા મશીનરી અને સ્ટાફ તૈયાર હતા, પરંતુ છેલ્લી ઘડીએ કોઈ મોટા રાજકીય આગેવાનના એક ‘ફોન’ થી જ સમગ્ર કામગીરી પડતી મૂકવામાં આવી હતી. સામાન્ય લારી-ગલ્લાવાળાઓના દબાણ રાતોરાત હટાવતું તંત્ર રાજકીય દબાણ હેઠળ મૌન છે અને તમામ આદેશ કાગળ પર રહ્યા છે.કોંગ્રેસે ચીમકી આપી છે કે, જો શાસકો કાયદાનું પાલન કરીને વહેલી તકે આ ગેરકાયદે દબાણ નહીં હટાવે, તો આંદોલન કરાશે.
Read Original Article →