સરકારી યોજનાથી યુવાનોને રોજગાર માટે ઉદ્યોગકારો સાથે સંવાદ:વૈશ્વિક ક્રાઇસીસનાં કારણે સમસ્યા ઉભી થઇ છે, પણ લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તેનાં માટે સરકાર સતર્ક છે : મનસુખ માંડવિયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશની અંદર ઔદ્યોગિક વિકાસની સાથે રોજગાર નિર્માણ થાય એ ઉદેશ્ય સાથે ભારત સરકારે કેટલી યોજનાઓ અમલમાં મૂકી છે. જેમાં પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના અંતર્ગત દેશની અંદર કોઈ યુવાનને નવી નોકરી મળે પ્રાઇવેટ નોકરી મળે તો આવા પ્રાઇવેટ નોકરી જેમને મળી હોય એવા યુવાનને 15,000 રૂપિયા રોજગાર ભારત સરકારની પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના દ્વારા મળી રહે અને જે લોકો રોજગારી આપે આપે એટલે કે નોકરી દાતાને પણ કોઈ નવી નોકરીનું સર્જન કરે તો એમને 3,000 પ્રતિ મહિને મળી રહે એના માટે ભારત સરકાર દ્વારા એક લાખ કરોડ રૂપિયાની યોજના જાહેર કરવામાં આવી છે. ચાર વર્ષની અંદર 3.50 કરોડ રોજગાર નિર્માણના ઉદેશ સાથે યોજના અમલમાં મુકવામાં આવી છે. રાજકોટ ઔદ્યોગિક શહેર છે રાજકોટની અંદર આવા અનેક ઉદ્યોગની અંદર નવા યુવાનોને રોજગારી પ્રાપ્ત થઈ રહી છે એમને પણ પ્રોત્સાહન મળે રોજગાર દાતાને પણ પોતાન પ્રોત્સાહન મળે એના માટે આજના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. એવી જ રીતે પ્રધાનમંત્રી ઈન્ટેનશીપ યોજના જેની અંદર ભારત સરકારે 10,000 કરોડનું પ્રાવધાન કર્યું છે. જેમાં દેશના 1 કરોડ યુવાનોને ઇન્ટનશિપ કરવા અવસર મળે અને તેમને 10થી 19,000 ઇન્ટનશિપ લાભ મળે એ માટે આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટનો ઔદ્યોગિક વિકાસ થઇ રહ્યો છે ઘર આંગણે યુવાનોને પ્રોત્સાહન મળે એ અમારો ઉદેશ્ય છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, દેશના યુવાનોને અને મજૂરોને માઈગ્રેશન કરવાની કોઈ જરૂર નથી. ક્રાઈસીસ ના કારણે સમસ્યા ઉભી થઇ છે સમાધાન પણ સારી રીતે થઇ રહ્યું છે. કોઈ મજુર કે કામદારે ડરવાની જરૂર નથી. કોઈ પણ હોય તે સંગ્રહખોરી ન કરે તેવો મારો આગ્રહ છે. માત્ર ભારત નહિ પણ વિશ્વ આખામાં ક્રાઈસીસ ઉભી થઇ છે. ભારત દેશમાં ખુબ સારી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે અને ઓછામાં ઓછી અસુવિધા થાય તેની કાળજી રાખવામાં આવી રહી છે. ઉપલેટામાં ઘણા યુવાનો ઉપલેટાથી રાજકોટ મોટરકાર છોડી ટ્રેનમાં અપડાઉન શરૂ કરી છે તેમને હું અભિનંદન આપું છું. સિવિલના ઓપીડી બિલ્ડીંગમાં 3 માંથી 2 લિફ્ટ બંધ, દર્દી - ડોક્ટર - હોસ્પિટલ સ્ટાફ પરેશાન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સતત વિવાદમાં આવતી રહે છે. બે દિવસ પહેલા ખુદ સિવિલ હોસ્પિટલના નિવૃત્ત આરએમઓએ પોતાને પડતી સમસ્યા અંગે હોસ્પિટલમાં ઢોલ વગાડીને તંત્રને ઢંઢોળવાની કોશિશ કરી હતી. ત્યારે આજે સામે આવેલી વિગત મુજબ, રાજકોટ સિવિલનાં ઓપીડી બિલ્ડીંગમાં 3 માંથી 2 લિફ્ટ બંધ પડેલી જોવા મળી હતી. ટેકનિકલ ખામી સર આ લિફ્ટો બંધ થઈ ગઈ હોવાનું બોર્ડ માર્યું હતું. રાજકોટ સિવિલમાં રોજ હજારો દર્દીઓ મોટી સંખ્યામાં ડોક્ટરો અને હોસ્પિટલ સ્ટાફ લિફ્ટનો ઉપયોગ કરતા હોય છે. કાળઝાળ ગરમી વચ્ચે પગથિયાં ચડવા ખૂબ જ તકલીફ દાયક હોય છે. ત્યારે આવા મહત્વના સ્થળ ઉપર લિફ્ટ બંધ થઈ જતા દર્દી - ડોક્ટર - હોસ્પિટલ સ્ટાફે પરેશાન સહન કરવી પડી હતી. છ માળના બિલ્ડીંગ માટે એક જ લિફ્ટનો ઉપયોગ કરી શકાય એમ હોવાથી લિફ્ટ બહાર પણ લાઈનો લાગી હતી. રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારીનો આરોપ, યુવકનું મોત થતા પરિવારજનોનો હોબાળો રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં એક દર્દીના મોતને પગલે પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. 42 વર્ષીય દીપક ઝાલા નામના યુવકને છાતીમાં અચાનક દુખાવો ઉપડતા સારવાર અર્થે આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં છેલ્લા બે દિવસથી તેની સારવાર ચાલી રહી હતી. જો કે, સારવાર દરમિયાન યુવકનું મોત નિપજતા હોસ્પિટલ પ્રશાસન સામે ગંભીર સવાલો ઊભા થયા છે. યુવકને સમયસર યોગ્ય સારવાર ન મળી હોવાના કારણે તેનું મોત થયું હોવાનો આક્ષેપ પરિવારજનોએ લગાવ્યો હતો. અને જણાવ્યું કે, યુવકને છાતીની તકલીફ હોવા છતાં તેને કિડનીની સારવાર આપવામાં આવી રહી હતી. ડોક્ટરોની આ ગંભીર ભૂલ અને સમયસૂચકતાના અભાવે જ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાને પગલે રોષે ભરાયેલા પરિવારે યોગ્ય ન્યાયની ઉગ્ર માંગ કરી હતી. જોકે આ પછી હોસ્પિટલનાં સતાધીશોએ તમામ આરોપો ફગાવી સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. રવિવારે ગાંધીનગર - વેરાવળ ઇન્ટરસીટી ટ્રેન રિશિડયુલ થશે રાજકોટ ડિવિઝનના કેસરિયા રોડ-લખતર રેલ સેક્શનમાં લેવલ ક્રોસિંગ નંબર 24 પર આવેલા રેલ અંડર બ્રિજ (RUB)ના ગર્ડર ડી-લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. મુસાફરોની સુવિધા અને રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવાના આશયથી આ આયોજન કરાયું છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ મહત્વપૂર્ણ કામગીરીને સુરક્ષિત રીતે પૂર્ણ કરવા માટે ટ્રેક પર ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી ગાંધીનગર-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ સેવા પ્રભાવિત થશે. 24 મે, 2026ના રોજ ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ રિ-શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેન ગાંધીનગર કેપિટલથી તેના નિર્ધારિત સમય સવારે 10.20 વાગ્યાના બદલે 1 કલાક અને 40 મિનિટ મોડી એટલે કે બપોરે 12.00 વાગ્યે રવાના થશે. રેલ પ્રશાસને મુસાફરોને આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરવા જણાવાયું છે. વડોદરા ડિવિઝનમાં બ્લોકને લઈને જામનગર-વડોદરા ટ્રેન બાજવા સુધી જ દોડશે પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં વડોદરા સ્ટેશન યાર્ડ રિમોડલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમના કમિશનિંગ કાર્ય માટે પણ બ્લોક લેવામાં આવનાર છે. આ કારણે 21મેથી 20 જૂન, 2026 સુધી જામનગર- વડોદરા ઇન્ટરસિટી ટ્રેન બાજવા સ્ટેશન સુધી જ દોડશે. ટ્રેન સંખ્યા 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી આ સમયગાળા દરમિયાન બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, જેથી બાજવા અને વડોદરા વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. તે જ રીતે, ટ્રેન સંખ્યા 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી 21 મે થી 20 જૂન સુધી વડોદરાના બદલે બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થઈને ઉપડશે અને વડોદરાથી બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. રેલવે તંત્ર દ્વારા મુસાફરોને પ્રવાસ કરતા પહેલાં enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈને સમય અને સ્ટોપેજની નવીનતમ વિગતો ચકાસી લેવા જણાવાયું છે. પશ્ચિમ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળો, પ્રધાનમંત્રી દેશવ્યાપી 19મા સંસ્કરણનો કરાવશે શુભારંભ પ્રધાનમંત્રી રોજગાર મેળા અંતર્ગત આગામી 23 મે, 2026ના રોજ રાજકોટ રેલવે ડિવિઝનમાં રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટના કોઠી કમ્પાઉન્ડ ખાતે આવેલા જગજીવનરામ રેલવે ઇન્સ્ટિટ્યૂટમાં સવારે 10:15 વાગ્યે આ વિશેષ કાર્યક્રમ શરૂ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 11.00 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી દેશવ્યાપી 19મા રોજગાર મેળાનો ડિજિટલ શુભારંભ કરાવશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત દેશભરના 51000 થી વધુ નવનિયુક્ત કર્મચારીઓને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. દેશમાં કુલ 47 સ્થળોએ યોજાનારા આ મેળા અંતર્ગત વિવિધ કેન્દ્રિય મંત્રાલયો અને સરકારી વિભાગોમાં પસંદગી પામેલા આશાસ્પદ ઉમેદવારોને રોજગારીની તક અપાશે. રાજકોટ સ્થિત પશ્ચિમ રેલવે ડિવિઝનમાં યોજાનારા સ્થાનિક કાર્યક્રમમાં આશરે 62 ઉમેદવારોને સ્ટાફ સિલેક્શન હેઠળ નિમણૂક પત્રો આપવામાં આવશે. જેમાં અલગ-અલગ વિભાગોનો સમાવેશ થાય છે, જેમાં રેલવે વિભાગના 20 ઉમેદવારો, ટપાલ વિભાગના 16 ઉમેદવારો, બેંક ઓફ બરોડાના 24 ઉમેદવારો અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના 2 ઉમેદવારોને આ પ્રસંગે નિમણૂક પત્ર સોંપાશે. રાજકોટમાં મનપાએ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 101 વેપારીઓ પાસેથી 27 હજાર વસુલ્યા રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વધી રહેલા વપરાશ સામે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરમાં આવેલી વિવિધ દુકાનો, શાકમાર્કેટ અને હોકર્સ ઝોન સહિતના જાહેર સ્થળો પર પ્લાસ્ટિકના ઝબલાનો બેફામ ઉપયોગ થતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ પરિસ્થિતિને ડામવા માટે મનપાની પર્યાવરણ વિભાગની ટીમ દ્વારા સતત બે દિવસ અલગ-અલગ વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્રણેય ઝોન વિસ્તારના મુખ્ય માર્ગો પરથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને કુલ 101 ધંધાર્થીઓ સામે દંડાત્મક પગલાં લેવાયા છે. ગંદકી કરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા આ આસામીઓ પાસેથી કુલ રૂ. 27,950 નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે. ખાણીપીણીના સ્થળો અને કરિયાણાની દુકાનોમાં હજુ પણ આવા પ્લાસ્ટિકની સપ્લાય ચાલુ હોવાથી, જનતામાં એવો સુર છે કે પર્યાવરણના બચાવ માટે માત્ર નાના વેપારીઓ જ નહીં પરંતુ પ્લાસ્ટિકના મોટા જથ્થાબંધ વિક્રેતાઓને પકડીને માલ જપ્ત કરવો જરૂરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 50 નોન ટિચિંગ સ્ટાફની ભરતી, પસંદગી પામેલા ઉમેદવારોના નામ જાહેર કરાયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા નોન ટિચિંગની 50 જગ્યાઓ પર ભરતી માટે લેવાયેલી પરીક્ષા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને ઓર્ડર માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક મળી હતી. જેમાં પસંદગી પામેલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ટેકનિકલ આસિસ્ટન્ટ (લાઇબ્રેરી), ડેટા એન્ટ્રી ઓપરેટર, ટેપ ડિસ્ક લાયબ્રેરીયન, કોમ્પ્યુટર ઓપરેટર (સિનિયર), ઈલેક્ટ્રીક એન્જિનિયર, ટેકનીકલ આસિસ્ટન્ટ (કોમ્પ્યુટર), સિવિલ સુપરવાઇઝર, ફિલ્ડ કલેકટર (બાયોસાયન્સ), ગ્લાસ બ્લોઅર, લેબોરેટરી ટેક્નિશિયન (ફિઝિક્સ), લેબોરેટરી ટેક્નિશિયન (ફાર્મસી), વર્કશોપ મિકેનિક (ફિઝિક્સ), ફિલ્ડ આસિસ્ટન્ટ, લેબોરેટરી આસિસ્ટન્ટ (કેમેસ્ટ્રી), લેબોરેટરી આસિસ્ટન્ટ (ફાર્મસી), ફાર્મસીમાં 4 લેબોરેટરી આસિસ્ટન્ટ, ફિઝિક્સમાં 1 લેબોરેટરી આસિસ્ટન્ટ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને હોમ સાયન્સમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરકીપર, ફાર્મસીમા સ્ટોર કીપર, 26 આસિસ્ટન્ટ કમ ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે પસંદગી પામેલા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
Read Original Article →