ઢાંઢીયા ગામની સીમમાંથી દારૂ ઝડપાયો:બુટલેગર ‘બાબુ’નો 22 લાખનો દારૂ, બે કાર, આઈશર સહિત 32 લાખનો મુદ્દામાલ કબજે

Gujarat4/11/2026, 12:06:52 AM
રાજકોટમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા બુટલેગરો સામે ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરી છે. શહેર નજીક ઢાંઢીયા ગામની સીમમાં ખરાબાની જગ્યામાં જ્યારે વિદેશી દારૂનું મોટું કટિંગ ચાલી રહ્યું હતું, ત્યારે જ પોલીસની ટીમે દરોડો પાડીને રૂ. 32.16 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. રાજકોટના લિસ્ટેડ બુટલેગર આનંદ ઉર્ફે બાબુએ મંગાવેલો આ જથ્થો સ્થાનિક બુટલેગરોને સપ્લાય કરવામાં આવે તે પહેલા જ પોલીસે બાજી પલટી નાખી હતી અને 3 શખસોને ઝડપી લીધા હતા, તેમજ ફરાર થઇ ગયેલા લિસ્ટેડ બુટલેગર સહિત 3ની શોધખોળ આદરી છે. એએસઆઈ સમીરભાઈ શેખ અને તેમની ટીમને પાકી બાતમી મળી હતી કે ઢાંઢીયા ગામની સીમમાં એક આઈશર ટ્રકમાંથી દારૂ ઉતારવામાં આવી રહ્યો છે. પોલીસે કોર્ડન કરીને દરોડો પાડતા બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. દરોડાની વિગત: શું શું ઝડપાયું? ઝડપાયેલા આરોપીઓ રાજકોટના ‘બાબુ’ સહિત 3ની શોધખોળ દારૂનો જથ્થો રાજકોટના કુખ્યાત બુટલેગર આનંદ ઉર્ફે બાબુ રણછોડ પરમારે મંગાવ્યો હતો. દરોડા દરમિયાન અંધારાનો લાભ લઈને આનંદ ઉર્ફે બાબુ, આઈશરનો ડ્રાઈવર અને સ્વિફ્ટ કારનો ચાલક નાસી છૂટ્યા હતા, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →