રાજકોટમાં પોલીસ પણ અસુરક્ષિત:કુવાડવા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર હુમલો કરી ધક્કે ચડાવી ફરજ રુકાવટ કરી મોબાઈલની લૂંટી લેવાયો

Gujarat5/13/2026, 11:48:23 AM
રાજકોટમાં પોલીસ પણ અસુરક્ષિત:કુવાડવા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પર હુમલો કરી ધક્કે ચડાવી ફરજ રુકાવટ કરી મોબાઈલની લૂંટી લેવાયો
રાજકોટ શહેરમાં પ્રજા તો ઠીક પોલીસ પણ અસુરક્ષિત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કુવાડવા નજીક નવાગામમાં પોલીસ કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી મોબાઈલની લૂંટ કરી બે શખ્સો નાસી છૂટ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. કુવાડવા પોલીસ સ્ટેશનમાં જનરક્ષકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલને મળેલ કોલ બાદ જગ્યા પર પહોંચતા નામચીન શખ્સોએ તમે કેમ મોડા આવ્યાં કહીં પોલીસને જ ધક્કે ચડાવી ફરજમાં રુકાવટ કરી મોબાઈલ ફોન લૂંટી લેતા બનાવ અંગે લૂંટ તેમજ ફરજમાં રુકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. પોલીસ કોન્સ્ટેબલે નોંધાવી ફરિયાદ રાજકોટ શહેર કુવાડવા પોલીસ મથકમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિશાલભાઈ વઘાસીયાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સંજય ઉર્ફે ટકો રોજાસરા અને દિપક પલારીયાનું નામ આપતાં જણાવ્યું હતું કે, ગઇકાલે ફરજ દરમ્યાન 10.28 વાગ્યે 112 જન રક્ષક કંટ્રોલ તરફથી કોલ આવ્યો જેમા દીપકભાઇએ કોલ કર્યો હતો જે કોલ મિલકત સંબંધિતનો હોવાનુ જણાવતા રાજકોટ-અમદાવાદ હાઇવે ઉપર પટેલ વિહાર રેસટોરન્ટ પાસે હતા ત્યાથી કોલ મળતાની સાથે 10.29 વાગ્યે રવાના થઇ અને ચાલુ ગાડીએ કોલ કરનાર દિપકભાઈને ફોન કરી શુ બાબતે કોલ કર્યો તે બાબતે પુછતા તેઓના ઘર પાસે અમુક લોકો ઝઘડો કરવા આવેલ હોવાનુ જણાવ્યું હતું. તમે કેમ મોડા આવ્યા કહી પોલીસ સાથે ઝપાઝપી કરી આ પછી તેના ઘરનુ સરનામું પુછતા નવાગામ આણંદપર રંગીલા સોસાયટી હોવાનું જણાવતા રાજકોટ સીટી પોલીસ કંટ્રોલરૂમ ખાતે 10.31 વાગ્યે એન્ટ્રી પડાવી અને 10.35 વાગ્યે કોલવાળી જગ્યા નવાગામ આણંદપર રંગીલા સોસાયટી સોમનાથ રેસીડન્સીની સામે પહોંચ્યા હતા અને કોલકરનાર દિપકભાઈને મળી તેનુ નામ પુછતા દિપક ઉર્ફે ભુરો પલારીયા હોવાનુ જણાવ્યું હતું આ પછી તેઓને કોલ બાબતે પુછવા જતા સામે તેમને કહ્યું કે, તમે કેમ મોડા આવ્યા જેથી જણાવ્યું કે,અમને કોલ મળતા તુરંત આવ્યા છીએ. ફરજમાં રુકાવટ કરનાર શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા વાત ચાલુ હતી દરમ્યાન નવાગામ ખાતે રહેતો સંજય ઉર્ફે ટકો રોજાસરા ઘસી આવી બોલાચાલી કરી ઝપાઝપી કરવા લાગ્યો હતો જેથી આ સંજયને માથાકુટ કરવાની ના પાડતા તે વધુ ઝપાઝપી કરી ગાળો આપવા લાગ્યો અને રૂ.40 હજારનો આઇફોન મોબાઇલ લુંટીને કોલ કરનાર દિપક પલારીયા સાથે પોતાનુ એકસેસ લઇને ભાગી ગયો હતો. હાલ બનાવ અંગેની ફરીયાદ પરથી કુવાડવા પોલીસે ગુનો નોંધી પોલીસની ફરજમાં રુકાવટ કરનાર શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →