PM સૂર્યઘર યોજનાનો લાભ લેવામાં રાજકોટ દેશમાં પાંચમાં ક્રમે:ટોપ-10 ડિસ્ટ્રીક્ટમાં ગુજરાતના 4 મેટ્રો સિટીને એવોર્ડ એનાયત, સુરત ત્રીજા, અમદાવાદ ચોથા તો વડોદરા છઠ્ઠા ક્રમે
ભારતમાં PM સૂર્યઘર યોજનાનો લાભ લેનારા ટોપ 10 જિલ્લાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ પાંચમાં ક્રમે છે. જેથી દિલ્હીમા મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત સમારોહમાં PGVCLના મેનેજિંગ ડિરેક્ટર આ એવોર્ડ સ્વીકારવા માટે પહોંચ્યા છે. પોતાના ઘર, એપાર્ટમેન્ટ કે દુકાન પર સોલાર લગાવવા બદલ અપાયેલા આ એવોર્ડમાં લખનૌ પ્રથમ, નાગપુર બીજા, સુરત ત્રીજા તો અમદાવાદ ચોથા ક્રમે છે. જ્યારે વડોદરા છઠ્ઠા નંબરે છે. રાજકોટ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે ટોપ પરર્ફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ તરીકે જાહેર
જે અંગે રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, PM સૂર્યઘર મફત વિજળી યોજનાની મે માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજથી ત્રણ વર્ષ પહેલા આ યોજના બહાર પાડવામાં આવી હતી. દર કિલોવોટ માટે રૂ.30 હજારની સબસિડી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. જેમાં રાજકોટ જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે ટોપ પરર્ફોર્મિંગ ડિસ્ટ્રિક્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટને રૂ.641 કરોડની સબસિડી પ્રાપ્ત થઈ છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લા વતી PGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશી આ પુરસ્કાર ગ્રહણ કરશે. આપણને 95600 એપ્લિકેશનનો ટાર્ગેટ હતો. જેની સામે 92,203 એપ્લિકેશન આવી ચૂકી છે. 72,309 મીટર કનેક્શન અપાઈ ગયા છે. ઇન્સ્ટોલેશન કેપેસિટી 264 મેગાવોટની છે. રાજકોટને રૂ.641 કરોડની સબસિડી પ્રાપ્ત થઈ છે. આ સ્કીમ માર્ચ 2027 માં પૂર્ણ થાય છે. મે માસમાં 14971 અરજીઓ આવી છે. જેમાંથી 3089 ઉપભોક્તાએ આ યોજનાનો લાભ લીધો છે.
Read Original Article →