આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT પરીક્ષામાં ઝળહળ્યા:ધ્રુવ સવજીયાણીએ દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવી રેકોર્ડ બનાવ્યો

Gujarat4/9/2026, 7:51:11 AM
આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ GPAT પરીક્ષામાં ઝળહળ્યા:ધ્રુવ સવજીયાણીએ દેશભરમાં પ્રથમ ક્રમાંક મેળવી રેકોર્ડ બનાવ્યો
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા GPAT 2026 (ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ) રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાના પરિણામોમાં આત્મીય યુનિવર્સિટી, રાજકોટની સ્કૂલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસના ત્રણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે. આ પરીક્ષામાં ધ્રુવ સવજીયાણીએ સમગ્ર ભારતમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈને રેકોર્ડબ્રેક સફળતા મેળવી છે. તેમની આ સિદ્ધિથી યુનિવર્સિટી અને રાજકોટનું ગૌરવ વધ્યું છે. આ ઉપરાંત, તિલકરામ ભરાડે સમગ્ર ભારતમાં 521મો ક્રમાંક અને નિસર્ગ વાળાએ 3629મો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. આ વિદ્યાર્થીઓએ પણ દેશભરમાંથી આવેલા હજારો પરીક્ષાર્થીઓ વચ્ચે પોતાનું સ્થાન બનાવ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષામાં કુલ 53,617 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આત્મીય યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની આ સિદ્ધિએ સંસ્થાનું નામ સમગ્ર દેશમાં રોશન કર્યું છે. આ પ્રસંગે યુનિવર્સિટીના પદાધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સફળ થયેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Original Article →