બે વર્ષથી ફરાર આરોપીને ડીસીબીએ પકડ્યો:બોગસ બિલિંગના ખેલમાં ભાવનગરનો ‘લાલો’ પકડાયો

Gujarat4/13/2026, 12:45:25 AM
રાજકોટ શહેરમાં નકલી દસ્તાવેજોના આધારે પેઢીઓ બનાવી જી.એસ.ટી. ક્રેડિટ મેળવવાના મસમોટા કૌભાંડમાં સંડોવાયેલા અને વર્ષ 2024થી પોલીસને થાપ આપી રહેલા આરોપીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે દબોચી લીધો છે. ભાવનગરનો આ શખ્સ જૂનાગઢથી રાજકોટ થઈ અમદાવાદ જવાની ફિરાકમાં હતો, ત્યારે જ પોલીસે તેને વૉચ ગોઠવી બે વર્ષથી વોન્ટેડ લાલો ઉર્ફે સોહિલને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો. ખાનગી રાહે મળેલી બાતમી અને ઓપરેશનરાજકોટ પોલીસ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા મેગા ડ્રાઇવ ચાલી રહી છે જેના ભાગરૂપે નાસતા ફરતા આરોપીઓને દબોચવા માટે ટેક્નિકલ સોર્સ અને હ્યુમન સોર્સને કામે લગાડાયા છે. ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સચોટ બાતમી મળી હતી કે આરોપી સોહિલ ઉર્ફે લાલો રાજકોટ વિસ્તારમાંથી પસાર થવાનો છે. ટેક્નિકલ સોર્સના આધારે પોલીસે તેને ઘેરી લઇ ઝડપી લીધો હતો. હાલ આરોપીની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે જેથી આ કૌભાંડના અન્ય છેડાઓ પણ ખૂલી શકે છે. સોહિલ ઉર્ફે લાલો અમીનભાઇ શેખની ઉમર 36 વર્ષ છે તે ભાવનગરના શિશુવિહાર, મફતનગર શેરી નં.5માં રહે છે. તેની સામે આઇપીસી કલમ 465, 467, 468, 471, 474, 420, 120(B) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. લાલા સામે 5 ગુના નોંધાયા પકડાયેલ આરોપી સોહિલ કોઈ સાધારણ ગુનેગાર નથી, તેનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે: ગંગાજળિયા (ભાવનગર): હત્યાનો પ્રયાસ (307) અને પોલીસ પર હુમલો.સી-ડિવિઝન (ભાવનગર): ગંભીર ઈજા (326) અને જી.પી. એક્ટ હેઠળ ગુનો.ઘોઘા રોડ (ભાવનગર): બીજાના નામે છેતરપિંડી (419).ઘોઘા રોડ (ભાવનગર): મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી.પાલિતાણા: 406, 420 હેઠળ છેતરપિંડી અને વિશ્વાસઘાત.
Read Original Article →