ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:રંગ ઉપવન સોસાયટીના પ્રવેશદ્વારે જ રંગબેરંગી કચરાના ઢગલા, હવે સ્થાનિકો ફરિયાદ કરી થાક્યા

Gujarat4/6/2026, 12:42:14 AM
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:રંગ ઉપવન સોસાયટીના પ્રવેશદ્વારે જ રંગબેરંગી કચરાના ઢગલા, હવે સ્થાનિકો ફરિયાદ કરી થાક્યા
રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર આવેલ રંગ ઉપવન સોસાયટીના રહેવાસીઓ વિચિત્ર સમસ્યાથી પીડાઇ રહ્યા છે. સોસાયટીની સામે જ આવેલી ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા શાકભાજીના ધંધાર્થીઓ દરરોજ સડેલા શાકભાજીનો કચરો અહીં જ ઠાલવી રહ્યા હોવાથી રંગ ઉપવન સોસાયટીના રહીશો અસહ્ય દુર્ગંધ અને રંગબેરંગી કચરાથી થાકી ગયા છે. ન્યૂસન્સ પોઇન્ટ તરીકે ઊભરી આવેલા આ સ્થળ પરથી કચરો હટાવવા થોકબંધ ફરિયાદો કરવા છતાં પણ કોર્પોરેશન નક્કર પગલાં લઇ શકતું નથી. એરપોર્ટ રોડ પર છોટુનગર કોમ્યુનિટી હોલ પાસે પણ આવી જ સ્થિતિ છે. અહીં કચરાના ઢગલા ખડકાવવાની સાથે દરરોજ ગેરકાયદેસર રીતે ભરાતી ગુજરી બજારમાં ભંગારના ધંધાર્થીઓ હનુમાનમઢી ચોકથી લઇ રંગ ઉપવન સોસાયટીના ગેટ સુધી રસ્તો જામ કરી દેતા હોવા છતાં પણ ન તો મહાનગરપાલિકા કે ન તો પોલીસ એક્શન લેતી ન હોવાથી આ વિસ્તારમાં રહેતા લોકો હવે તો ફરિયાદ કરી-કરીને પણ થાક્યા છે. ખાસ કરીને રંગ ઉપવન સોસાયટી પાસે કચરાના ઢગલા ખડકાતા હોવા છતાં કોર્પોરેશન તંત્ર અહીં કચરો ફેંકતા તત્ત્વો સામે પગલાં લેવાને બદલે ઉકરડાના સ્થળે સિમેન્ટના પાકા પ્લેટફોર્મ જેવી સુવિધા ઊભી કરી દીધી છે.
Read Original Article →