ફરિયાદ:ઉદયનગરમાં પરિણીતાના પરિવાર પર બનેવીનો હુમલો, છરી ઉગામી ધમકી આપી

Gujarat5/13/2026, 12:00:00 AM
રાજકોટના મવડી ચોકડી નજીક ઉદયનગર વિસ્તારમાં દ્વારકા ફરવા જવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ પરિણીતાના પરિવાર પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે માલવિયાનગર પોલીસે મહિલાની ફરિયાદના આધારે ગંજીવાડામાં રહેતા અશ્વિન મકવાણા, રોહિત વાલાણી અને એક અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉદયનગર-1માં રહેતી જ્યોતિબેન નિલેશભાઈ ગુજરિયાએ જણાવ્યું હતું કે, તેઓ પરિવાર સાથે દ્વારકા જવાના હોવાથી તેમની માતા નયનાબેને ગંજીવાડામાં રહેતી મામાની દીકરી કોમલબેનને સાથે આવવાનું પૂછ્યું હતું. જોકે કોમલબેને ના પાડી હતી. ત્યારબાદ તેના પતિ અશ્વિન મકવાણાએ ફોન પર જ્યોતિબેન અને તેમની માતાને ગાળો આપી હતી. સાંજે અશ્વિને જ્યોતિબેનના પતિ નિલેશને ઉદયનગર-10ના ખૂણે બોલાવ્યો હતો. ત્યાં પહોંચતા અશ્વિન પોતાના બે મિત્ર સાથે મળીને નિલેશ પર હુમલો કર્યો હતો. જ્યોતિબેન અને તેમની માતા વચ્ચે પડતાં તેમને અશ્વિને છરી કાઢી “આજે તને મારી જ નાખવો છે” તેવી ધમકી આપી હતી.
Read Original Article →