ભાયાવદરના કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાની ધરપકડ:હત્યાની કોશિશના ગુનામાં આરોપી 3 મહિનાથી ફરાર હતો, 21 દિવસ પહેલા તેનો ગેરકાયદે આલીશાન બંગલો તોડી પડાયો

Gujarat5/22/2026, 1:47:40 PM
ભાયાવદરના કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાની ધરપકડ:હત્યાની કોશિશના ગુનામાં આરોપી 3 મહિનાથી ફરાર હતો, 21 દિવસ પહેલા તેનો ગેરકાયદે આલીશાન બંગલો તોડી પડાયો
પૂર્વ મંત્રી મુળુ બેરાના પિતાની હત્યા સહિત ભાયાવદર પોલીસ મથકના હત્યાના પ્રયાસના ગુનામાં નાસતો-ફરતો અને અગાઉ 11 હત્યા, હત્યાનો પ્રયાસ, મારામારી, આર્મ્સ એક્ટ, દુષ્કર્મ સહીત ગુનામાં પકડાઈ ચુકેલા કુખ્યાત આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો શેઠાને રાજકોટ રેન્જ આઈજીની ટીમે ઉપલેટાના વડાળી ગામની સીમમાંથી ઝડપી પાડ્યો છે. ઉપલેટાના વડાળીમાં ફરિયાદી પર હુમલો કર્યો હતો 30 માર્ચ, 2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના હત્યાની કોશિશના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો તૈયબ શેઠા (ઉ.વ.55)ને ઉપલેટાના વડાળી ગામની અવાવરૂ સીમ વિસ્તારમાંથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરીયાદી દીપેનભાઈ માકડીયા પોતાનુ બાઈક લઈ ઘરે જતાં હોય ત્યારે પડવલા ગામની પ્રાથમિક શાળા પાસે પહોંચતા આરોપી અલીમામદ તૈયબભાઈ શેઠા તથા તેનો દીકરો અને ત્રણ અજાણ્યા શખ્સો થાર ફોરવ્હીલ વાહનથી ફરિયાદીને મારી નાખવાના ઈરાદે બાઈક પાછળ ટક્કર મારી ફરિયાદીને પછાડી બેઝબોલના ધોકા તથા પાઈપ વડે માર મારી ગંભીર ઈજા કરી નાસી છૂટ્યા હતાં. પૂર્વ મંત્રીના પિતાની હત્યા કેસમાં પણ આરોપી આરોપી અલીમામદ ઉર્ફે પટપટીયો તૈયબ શેઠા વિરુદ્ધ પૂર્વ મંત્રી મુળુભાઈ બેરાના પિતાની હત્યાનો પણ ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત તેમના વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, આર્મ્સ એકટ સહિત 13થી વધુ ગંભીર ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા 300 ચોરસ વાર જગ્યામાં ગેરકાયદે બંગલો બનાવવામાં આવ્યો હતો. જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ આંકવામાં આવી રહી છે. જેને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મામલતદારની હાજરીમાં 1 મે, 2026ના રોજ બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણ દૂર કરી દેવામાં આવ્યું હતું.
Read Original Article →