આવતીકાલથી અરવિંદ કેજરીવાલ 3 દિવસની ગુજરાત મુલાકાતે:નર્મદા જિલ્લા પંચાયતમાં પાર્ટીની ભવ્ય જીત બાદ 25મીએ રાજપીપળામાં રોડ શો કરશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નર્મદા જિલ્લા પંચાયત પર આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ત્યારે આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલ ( 24 મે)થી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 3 દિવસ દરમિયાન કેજરીવાલ 25મી તારીખે રાજપીપળામાં રોડ શો કરશે. જ્યારે 24 અને 26 તારીખે આપના પદાધિકારીઓ સાથે બેઠક યોજી પાર્ટીની ભાવિ રણનીતિને લઈ ચર્ચા કરશે. 24 મેથી ગુજરાત પ્રવાસે આવશે કેજરીવાલ
આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલથી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. 24મી તારીખે કેજરીવાલ ગુજરાત આપના પદાધિકારીઓ સાથે બેઠક યોજશે. જ્યારે 25મી તારીખે નર્મદાના રાજપીપળામાં રોડ શો કરશે. 26મી તારીખે પણ કેજરીવાલ ગુજરાત રોકાશે અને પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજી ભાવિ રણનીતિને લઈ ચર્ચા કરાશે. નર્મદા જિલ્લા પંચાયત પર આપનો કબજો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મહાનગરપાલિાકમાં તો સફળતા ન મળી. પરંતુ, જે 34 જિલ્લા પંચાયતની ચૂંટણી હતી તેમાં એક નર્મદા જિલ્લા પંચાયતમાં જીત મેળવવામાં સફળતા મળી છે. આ ઉપરાંત રાજ્યની અન્ય સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટીએ નોંધપાત્ર બેઠકો જીતી છે. ત્યારે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી પાર્ટીએ રણનીતિ ઘડવાનું શરૂ કર્યું છે. 0
Read Original Article →