આત્મીય યુનિવર્સિટીમાં સ્વાસ્થ્ય ચકાસણી શિબિર યોજાઈ:વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે વિવિધ રોગોની તપાસ કરાઈ
તાજેતરમાં 7 એપ્રિલના રોજ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે આત્મીય યુનિવર્સિટી ખાતે સ્વાસ્થ્ય ચકાસણી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ડિયન ફાર્મસી ગ્રેજ્યુએટસ એસોસિએશન - રાજકોટ ચેપ્ટરના સહયોગથી આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં અગ્રવાલ હોસ્પિટલ, સ્માઈલ પ્લસ હોસ્પિટલ અને મોરપેન લેબોરેટરીના સહયોગથી ચાર કેટેગરીમાં સ્વાસ્થ્ય ચકાસણી કરવામાં આવી હતી. નિષ્ણાતો દ્વારા આંખ, દાંત, ચામડી તેમજ બ્લડ ગ્લુકોઝ, બ્લડ પ્રેશર અને વજન જેવા સામાન્ય પરિમાણોની તપાસ કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય જાળવણી માટે યોગ્ય સૂચનો પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધાર્મિક મહેતા, કેવિન ગરાળા, પ્રતીક ખુમાણ, અન્ય કર્મચારીગણ અને વિદ્યાર્થી સંયોજકોએ સક્રિય યોગદાન આપ્યું હતું.
Read Original Article →