ઓફિસમાં જુગારધામ:2 બુકી ઝડપાયા, 4ની સંડોવણી ખૂલી, મનપાના AAP ઉમેદવારના પુત્રનું નામ ખુલ્યુ

Gujarat4/13/2026, 12:48:20 AM
રાજકોટમાં હાલ આઈ.પી.એલ. (IPL) ની સિઝન બરાબરની જામી છે, ત્યારે ક્રિકેટના આ રોમાંચની આડમાં રાતોરાત લખપતિ બનવા સટ્ટાખોરો પણ મેદાનમાં ઉતર્યા છે. જોકે આ સટ્ટાખોરીને નેસ્તનાબૂદ કરવા રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં આવી છે. શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી એક આલિશાન ઓફિસમાં આઈ.પી.એલ.ની મેચ પર ઓનલાઈન-ઓફલાઈન સટ્ટો રમાડાતો હોવાની બાતમીના આધારે પોલીસે મેગા ઓપરેશન પાર પાડી બે શખ્સને રંગે હાથ ઝડપી લીધા છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી વિગત રાજકીય કનેક્શનની સામે આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાના પુત્રની સંડોવણી ખૂલતાં રાજકીય મોરચે પણ ગરમાવો આવીગયો છે. ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એમ.આર. ગોંડલિયા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, 150 ફૂટ રિંગ રોડ પર આવેલ R.K. પ્રાઈમ બિલ્ડિંગના બીજા માળે આવેલી એક ઓફિસમાં સટ્ટાનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. જેના આધારે પીએસઆઈ એસ.વી. ચુડાસમાની ટીમે આયોજનબદ્ધ રીતે રેડ કરતા જયદીપ અને દર્પણ નામના બે શખ્સ આઈ.પી.એલ. મેચ પર સોદા લેતા આબાદ ઝડપાઈ ગયા હતા. સટ્ટામાં જેમના નામ ખૂલ્યા છે તે આરોપીઓને ઝડપી લેવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મુદ્દામાલ કરાયો કબજે પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી આધુનિક ગેજેટ્સ અને રોકડ મળી કુલ રૂ.65,000નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં નીચેની વસ્તુઓ સામેલ છે: સટ્ટાનું અમદાવાદ કનેક્શન: 4 આરોપી હજુ ફરાર પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ સટ્ટાનું નેટવર્ક માત્ર રાજકોટ પૂરતું સીમિત નથી. આ કેસમાં અમદાવાદના તાર પણ જોડાયેલા છે. નીચે મુજબના ચાર શખ્સના નામ ખુલ્યા છે, જેમને પકડવા પોલીસે ટીમો દોડાવી છે: (1) વત્સલ પરેશભાઈ શિંગાળા (AAP ઉમેદવારનો પુત્ર - હાલ રહે. અમદાવાદ), (2) વિજય ઉર્ફે વી.એમ., (3) દેવાંગ ડાભી, (4) જે.ડી. રાજકીય ગરમાવો: મનપાની ચૂંટણી લડતા પિતા માટે કફોડી સ્થિતિ થઈ પકડાયેલા બન્ને શખ્સની સઘન પૂછપરછમાં સટ્ટાબાજીના આ ખેલમાં મોટા માથાઓના નામ ખુલ્યા છે. આ કેસમાં વોન્ટેડ જાહેર થયેલો વત્સલ શિંગાળા રાજકોટ મનપાની ચૂંટણીમાં વોર્ડ નં.7 માં આમ આદમી પાર્ટી (AAP) એ ઊભા રાખેલા ઉમેદવાર પરેશ શિંગાળાનો પુત્ર છે. એક રાજકીય આગેવાનના પુત્રનું જ નામ સટ્ટાબાજીના નેટવર્કમાં ખૂલતાં શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી છે. ઝડપાયેલા આરોપીઓની વિગત (1) જયદીપ દિનેશભાઈ જાદવ (ઉ.વ.30, રહે. નંદા હોલ પાસે, કોઠારિયા રોડ) (2) દર્પણ હરેશભાઈ બારસિયા (ઉ.વ.28, રહે. હરિ ઘવા મેઈન રોડ) (નોંધ: દર્પણ બારસિયા સામે અગાઉ પણ અપહરણ, મારામારી અને છેતરપિંડીના ગુના નોંધાયેલા છે.)
Read Original Article →