જસદણના જીવાપર ગામે યુવકની હત્યા:અરવિંદ સાથળિયાને માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો
જસદણ તાલુકાના જીવાપર ગામે એક યુવકની હત્યા કરવામાં આવી છે. ગામના ચોરા પાસે અરવિંદ લાખાભાઈ સાથળિયા નામના યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરાઈ હતી. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. માથામાં ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારાયો પ્રાથમિક માહિતી અનુસાર, જીવાપર ગામના ધમધમતા વિસ્તારમાં શખ્સો દ્વારા અરવિંદ પર તીક્ષ્ણ હથિયારના આડેધડ ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા. હુમલો એટલો ઘાતક હતો કે લોહીલુહાણ હાલતમાં અરવિંદે ત્યાં જ દમ તોડી દીધો હતો.જાહેર સ્થળે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતાં જ આટકોટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એલ.સી.બી. (LCB) અને એસ.ઓ.જી. (SOG) ની ટીમો સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક જીવાપર ગામે પહોંચ્યા હતા. પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરીને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ પોલીસે મૃતક અરવિંદ સાથળિયાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણની સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. હત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે, જેમાં જૂની અદાવત કે તાત્કાલિક બોલાચાલી જેવા સંભવિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરવામાં આવી છે. ગામમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે.
Read Original Article →