ભાઈ..ભાઈ..ડાયરામાં રૂપિયાની જગ્યાએ સોનાની નોટોનો વરસાદ:આણંદબાપાનો 49મો તિથિ મહોત્સવ ટોક ઓફ ધ ટાઉન બન્યો; મોડીરાત સુધી ચાલી શૌર્યગાથાઓ-ભજનોની જમાવટ

Gujarat4/4/2026, 5:16:17 AM
ભાઈ..ભાઈ..ડાયરામાં રૂપિયાની જગ્યાએ સોનાની નોટોનો વરસાદ:આણંદબાપાનો 49મો તિથિ મહોત્સવ ટોક ઓફ ધ ટાઉન બન્યો; મોડીરાત સુધી ચાલી શૌર્યગાથાઓ-ભજનોની જમાવટ
સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર ફરી એકવાર શ્રદ્ધા અને સમર્પણનો અનોખો ત્રિવેણી સંગમ રચાયો છે. જેતપુર તાલુકાના ભેડાપીપળીયા ગામે સમસ્ત જોટંગીયા પરિવાર દ્વારા કુળના રક્ષક સુરાપુરા આણંદ બાપાનો 49મો તિથિ મહોત્સવ અતિ દબદબાભેર ઉજવવામાં આવ્યો હતો. આ મંગલમય અવસરે મધરાતે યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં કલાકારો પર સોનાની પ્રતીકાત્મક નોટોનો અનરાધાર વરસાદ થતા આ મહોત્સવ સમગ્ર પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. શૌર્યગાથાઓ અને ભજનોની જમાવટ ભક્તિની હેલી ચડાવવા માટે મહોત્સવના ભાગરૂપે રાત્રિના સમયે એક વિરાટ લોક ડાયરાનું મંગલ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો ઉમેશ બારોટ, રાજદાન ગઢવી અને પૂનમ ગઢવીએ પોતાની સૂર-સરવાણી રેલાવી હતી. આ કલાકારોએ રાષ્ટ્રીય શૌર્યગાથાઓ અને ભજનોની એવી જમાવટ કરી હતી કે શ્રોતાઓ ભક્તિના અફાટ સાગરમાં મંત્રમુગ્ધ થઈ હિલોળા લેવા લાગ્યા હતા. સોનાના વરખવાળી નોટોનો વરસાદ આ કાર્યક્રમમાં આકર્ષણનું કેન્દ્ર ત્યારે સર્જાયું જ્યારે જોટંગીયા પરિવારના પ્રમુખ સંજયભાઈ જોટંગીયા દ્વારા કલાકારોના ભજનો અને ગીતો પર સોનાની પ્રતીકાત્મક (સોનાના વરખવાળી) નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. પરંપરાગત ‘ઘોળ’ની આ અનોખી અને વૈભવી રીત જોઈને ડાયરામાં ઉપસ્થિત મેદની આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. 'નવી પેઢીને પૂર્વજોના વારસા સાથે જોડવાનો પ્રયાસ' પરિવારના વડીલોએ જણાવ્યું હતું કે, “અમારા સુરાપુરા આણંદ બાપા પ્રત્યે સમગ્ર પરિવારની અતૂટ અને અટલ શ્રદ્ધા છે. આ 49માં તિથિ મહોત્સવના માધ્યમથી અમે નવી પેઢીને પૂર્વજોના સંસ્કાર, ગૌરવશાળી વારસો અને પરંપરા સાથે જોડવાનો એક નમ્ર પ્રયાસ કર્યો છે.” હજારો શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદ આ દિવ્ય મહોત્સવમાં માત્ર ભેડાપીપળીયા જ નહીં, પરંતુ આસપાસના સીમાડાઓ અને દૂર-સુદૂરથી જોટંગીયા પરિવારના સભ્યો તેમજ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સમગ્ર ગામ ભક્તિના ગુલાલથી રંગાઈ ગયું હતું. મહોત્સવના પૂર્ણાહુતિના ભાગરૂપે ભવ્ય સમૂહ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌ ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ સમાચાર પણ વાંચો પાટણમાં કિર્તિદાન-રાજભાના ડાયરામાં ચલણી નોટોનો વરસાદ ચાર મહિના પહેલા પાટણમાં ગોશાળાના લાભાર્થે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કિર્તિદાન ગઢવી, રાજભા ગઢવી અને રાજદાન ગઢવીએ ભજનોની રમઝટ બોલાવી હતી. તો ઉપસ્થિત જનમેદનીએ ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આખુ સ્ટેજ રૂપિયાથી ઉભરાયું હતું. લોકોએ 50, 100 અને 500ની ચલણી નોટોનો વરસાદ કર્યો હતો.(સંપૂર્ણ સમાચાર વાંચવા ક્લીક કરો)
Read Original Article →